સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/માણસિયો વાળો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|માણસિયો વાળો}} {{Poem2Open}} સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થરો વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળ...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થરો વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા દેહ જેવો દેખાય છે. એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ ભાદરની સાથે વિવાહ કરવાનાં વ્રત લીધાં હતાં.  
સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થરો વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા દેહ જેવો દેખાય છે. એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ ભાદરની સાથે વિવાહ કરવાનાં વ્રત લીધાં હતાં.<ref>પચાસ-સાઠ વર્ષ પૂર્વે કમરહંસ નામના ચારણે પોતાની સ્ત્રીનું અવસાન થયા પછી બીજી સ્ત્રી પરણવાની ના પાડી હતી અને વિધિપૂર્વક ભાદર નદી સાથે વિવાહ ઊજવી, ધુમાડાબંધ ગામ જમાડ્યું હતું. એનો ત્રુટક દુહો પણ બોલાય છે કે :
ભાદર જેસી ભામની, કમરહંસ જેસો કંથ;
હંસલી જેસી હોય (તો) કમરહંસ વિવા કર
</ref>
એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરનો માણસિયો વાળો સમળાઓની સાથે ક્રીડા કરી રહ્યો છે.
એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરનો માણસિયો વાળો સમળાઓની સાથે ક્રીડા કરી રહ્યો છે.
દયાધર્મના ધુરંધરો પારેવાંને ચણ નાખે, રૂપના આશકો મોરલા-પોપટને રમાડે છે, પણ માણસિયા વાળા દરબારનો શોખ હતો : પોતે જમીને પછી સમળાઓને રોટલા ખવરાવવાનો.
દયાધર્મના ધુરંધરો પારેવાંને ચણ નાખે, રૂપના આશકો મોરલા-પોપટને રમાડે છે, પણ માણસિયા વાળા દરબારનો શોખ હતો : પોતે જમીને પછી સમળાઓને રોટલા ખવરાવવાનો.
Line 24: Line 27:
“અને, મેરામણજીભાઈ! માણસિયાનેય સમદરમાં નાહવાની મોજ આવે છે; ખાડાખાબોચિયામાં ખૂબ નાયા.”
“અને, મેરામણજીભાઈ! માણસિયાનેય સમદરમાં નાહવાની મોજ આવે છે; ખાડાખાબોચિયામાં ખૂબ નાયા.”
એટલું બોલીને માણસિયા વાળાએ લાંગની છાવણી પાસે થઈને પોતાની સવારી કાઢી.
એટલું બોલીને માણસિયા વાળાએ લાંગની છાવણી પાસે થઈને પોતાની સવારી કાઢી.
{{Poem2Close}}
<poem>
એક દાણ હલ્લાં કરી લાંક સામાં બકી ઊઠ્યા,  
એક દાણ હલ્લાં કરી લાંક સામાં બકી ઊઠ્યા,  
ખેર ગિયાં લાંક મૉત નિશાણીકા ખેલ,  
ખેર ગિયાં લાંક મૉત નિશાણીકા ખેલ,  
Line 33: Line 38:
માણસી જેતાણી મૃત્યુકાળથી ઓઝપી જાવે,  
માણસી જેતાણી મૃત્યુકાળથી ઓઝપી જાવે,  
(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે હો જાવે પેમાલ.
(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે હો જાવે પેમાલ.
</poem>
{{Poem2Open}}
એવી રીતે માણસિયો વાળો જેતપુર આવ્યો.
એવી રીતે માણસિયો વાળો જેતપુર આવ્યો.
<center>*</center>
છેવટે પિત્રાઈઓની અદાવત ફાવી. સગાં-વહાલાંઓએ જ એ સિંહને પાંજરે નખાવ્યો. ‘ગાંડો! ગાંડો!’ કરીને પિત્રાઈઓએ માણસિયાને કાળા કોઠામાં કેદ કરાવ્યો. બંદીવાન ખાતો નથી, પીતો નથી, આસમાન સામે આંખો માંડીને બેઠો રહે છે.

ત્યાં તો ‘ક....ર...ર....ર...ર!’ એવો પ્રીતભર્યો સૂર એણે આભમાં ઊડતી સમળીની ચાંચમાંથી સાંભળ્યો.
ત્યાં તો ‘ક....ર...ર....ર...ર!’ એવો પ્રીતભર્યો સૂર એણે આભમાં ઊડતી સમળીની ચાંચમાંથી સાંભળ્યો.
Line 41: Line 49:
માણસિયાની નનામી નીકળી છે. આભમાં સમળીઓનાં ટોળાં ઊડે છે. પોતાનો પ્રિયતમ જાણે કે શયનમંદિરમાં પોઢવા પધારે છે એમ સમજીને સમળીઓ નીચે ઊતરી, શબને વળગી પડી, પોઢેલા સ્વામીનાથને પંખા ઢોળવા લાગી. લોકોએ વાંસડા મારી મારીને પંખીને અળગાં કર્યાં.

ચિતાને આગ મેલાણી અને ચારણે મોઢું ઢાંકીને મરશિયા ઉપાડ્યા :
ચિતાને આગ મેલાણી અને ચારણે મોઢું ઢાંકીને મરશિયા ઉપાડ્યા :
{{Poem2Close}}
ગરવરનાં ગરજાણ, ઊડી આબૂ પર ગિયાં,  
ગરવરનાં ગરજાણ, ઊડી આબૂ પર ગિયાં,  
માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણા ધણી.
માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણા ધણી.
18,450

edits