કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૩. ધૂળિયે મારગ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 37: Line 37:
૧૬-૮-’૫૬
૧૬-૮-’૫૬
{{Right|(ગોરજ, પૃ. ૯૭-૯૮)}}
{{Right|(ગોરજ, પૃ. ૯૭-૯૮)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૨. શું હસવું? શું રડવું?
|next = ૧૪. આ અંધકાર શો મહેકે છે
}}

Latest revision as of 11:09, 10 November 2022

૧૩. ધૂળિયે મારગ


કોણે કીધું ગરીબ છીએ?
          કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા!
          આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,
          થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું?
          એમાં તે શી ખોટ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે
          આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
          કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો,
          આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા
          બાથમાં ભીડી બાથ.

સોનાની તો સાંકડી ગલી,
          હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં
          જીવતાં જોને પ્રેત!

માનવી ભાળી અમથું અમથું
          આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
          ધૂળિયે મારગ ચાલ!

૧૬-૮-’૫૬ (ગોરજ, પૃ. ૯૭-૯૮)