કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૩. જનની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૪૩. જનની}} <poem> સરજ્યાં સરજ્યાં રે પરથમ પરથમી, {{Space}} રમતાં મેલ્યાં રે અંકાશ; ધગધગ ધગતા રે લાવા ઠારિયા {{Space}} બળતો ઠાર્યો રે અવકાશ... વેળા સરજી ને સરજ્યાં રાતદિ’ {{Space}} સરજ્યા યુગો રે અનંત; વળત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૪૩. જનની}}
{{Heading|૪૩. જનની}}
<poem>
<poem>
Line 28: Line 29:
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૨૧૦)}}
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૨૧૦)}}
<br>
{{HeaderNav2
|previous = ૪૨. સંભારણાં
|next = ૪૪. મનમાં
}}

Latest revision as of 05:41, 13 November 2022

૪૩. જનની

સરજ્યાં સરજ્યાં રે પરથમ પરથમી,
          રમતાં મેલ્યાં રે અંકાશ;
ધગધગ ધગતા રે લાવા ઠારિયા
          બળતો ઠાર્યો રે અવકાશ...

વેળા સરજી ને સરજ્યાં રાતદિ’
          સરજ્યા યુગો રે અનંત;
વળતાં સરજ્યા રે અણદીઠા વાયરા
          સરજ્યાં ક્ષિતિજ ને દિગંત...

ૐકારે છવાયું અંતર મૌનનું
          અનહદ ધ્વનિના તરંગ;
નાદ રે સરજ્યા ને લય વહેતો કર્યો
                    અનહદ બજ્યાં રે મૃદંગ...

જળમાં ને થળમાં જીવન રોપિયાં
                    પળપળ જીવના સંચાર

અંકુર ઊઘડ્યા ધરતીની કૂખમાં
          ઊઘડ્યાં અલખનાં દુવાર...

સત્ય-શિવ ને સુંદરથી સોહતું
          સરજ્યું નારીનું સ્વરૂપ,
નારી સરજીને સરજન સોંપિયાં
          ઊઘડ્યાં રૂપ-અરૂપ.

(અંતરનું એકાંત, પૃ. ૨૧૦)