ટોળાં અવાજ ઘોઘાટ/૧૫ -?: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫ -?|}} {{Poem2Open}} હું કોની સામે બદલો લઉં છું ? વેર વાળું છું ? હું કોને કબજામાં રાખું છું ? કોણે ઉઘાડો પાડું છું ? હું કોની સામે આક્ષેપ કરું છું ? કોને ફટકારું છું ? હું કોને રોકું છું ? દા...") |
No edit summary |
||
Line 20: | Line 20: | ||
કોને હું આંચકો આપું છું ? આઘાત આપું છું ? ઈજા પહોંચાડું છું ? | કોને હું આંચકો આપું છું ? આઘાત આપું છું ? ઈજા પહોંચાડું છું ? | ||
કોને હું ધડાક દઈને ઢાળી દઉં છું ? | કોને હું ધડાક દઈને ઢાળી દઉં છું ? | ||
તડાક દઈને વળગાડી દઉં છું | તડાક દઈને વળગાડી દઉં છું ? | ||
કડાક દઈને ભાંગી નાખું છું ? | કડાક દઈને ભાંગી નાખું છું ? | ||
કોને હું ફાંસીના ફાંદામાં ફસાવું છું ? | કોને હું ફાંસીના ફાંદામાં ફસાવું છું ? | ||
કોને હું મરડું છું | કોને હું મરડું છું —તરડું છું —કરડું છું ? | ||
અને યુક્તિ-પ્રયુક્તિમાં ભરડું છું ? | અને યુક્તિ-પ્રયુક્તિમાં ભરડું છું ? | ||
અને આમ | અને આમ છતાં— | ||
કોણ હજુ એવું ને એવું અડીખમ ઊભું છે | કોણ હજુ એવું ને એવું અડીખમ ઊભું છે | ||
આંખ સામે ? | આંખ સામે ? | ||
ફરી ફરી કારતૂસો ભર્યા વિના, અનેક ગોળીઓ એક સામટી છોડનારી | ફરી ફરી કારતૂસો ભર્યા વિના, અનેક ગોળીઓ એક સામટી છોડનારી | ||
પિસ્તોલ— | |||
મારા હાથમાં છે | મારા હાથમાં છે | ||
અને છતાં હજુ કેમ કોઈ મરતું નથી ? | અને છતાં હજુ કેમ કોઈ મરતું નથી ? | ||
'''( | '''(ઑક્ટોબર : ૧૯૭૭)''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Latest revision as of 02:02, 23 March 2023
હું કોની સામે બદલો લઉં છું ? વેર વાળું છું ? હું કોને કબજામાં રાખું છું ? કોણે ઉઘાડો પાડું છું ? હું કોની સામે આક્ષેપ કરું છું ? કોને ફટકારું છું ? હું કોને રોકું છું ? દાબું છું ? અટકાવું છું ? હું કોને ગબડાવું છું ? ગોળ ગોળ ફેરવું છું ? હું કોને વીંટું છું, લપેટું છું ? હું કોની સામે વાદળની જેમ ગર્જું છું, ગડગડું છું ? હું કોની સામે જોરથી ઝડપથી ધસી જાઉં છું ? હું કોને દઝાડું છું, બાળું છું, ઉકાળું છું ? હું કોને આમતેમ ફેંકું છું, વેરવિખેર કરી નાખું છું ? કોને હું ધુતકારું છું, તિરસ્કારપૂર્વક ફગાવી દઉં છું ? કોને હું ઉઝરડા પાડું છું ? કોને હું ચીરું છું, કાપું છું, કાતરું છું ? કોના હું રાઈ રાઈ જેવા ટુકડા કરું છું ? અને કોને હું ઉપર મીઠું ભભરાવું છું ? કોને હું આંચકો આપું છું ? આઘાત આપું છું ? ઈજા પહોંચાડું છું ? કોને હું ધડાક દઈને ઢાળી દઉં છું ? તડાક દઈને વળગાડી દઉં છું ? કડાક દઈને ભાંગી નાખું છું ? કોને હું ફાંસીના ફાંદામાં ફસાવું છું ? કોને હું મરડું છું —તરડું છું —કરડું છું ? અને યુક્તિ-પ્રયુક્તિમાં ભરડું છું ? અને આમ છતાં— કોણ હજુ એવું ને એવું અડીખમ ઊભું છે આંખ સામે ? ફરી ફરી કારતૂસો ભર્યા વિના, અનેક ગોળીઓ એક સામટી છોડનારી પિસ્તોલ— મારા હાથમાં છે અને છતાં હજુ કેમ કોઈ મરતું નથી ?
(ઑક્ટોબર : ૧૯૭૭)