ટોળાં અવાજ ઘોઘાટ/૨૭- પ્રણય ફણયનાં કવલ—લવન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭- પ્રણય ફણયનાં કવલ—લવન|}} {{Poem2Open}} ‘પ્રણય-કાવ્ય મોકલશો’ એવો હે તંત્રીજી મળી ગયો છે પત્ર તમારો પણ- આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો ક્યાં છે મુડ અમારો ? પડ શું થડના થડ વાઢી બેઠા છી,...")
 
No edit summary
Line 8: Line 8:
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
ક્યાં છે મુડ અમારો ?
ક્યાં છે મુડ અમારો ?
 
<br>
પડ શું થડના થડ
પડ શું થડના થડ
વાઢી બેઠા છી, આ ઉન્મૂલ કરી જડ
વાઢી બેઠા છી, આ ઉન્મૂલ કરી જડ
Line 17: Line 17:
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
ક્યાં છે મુડ અમારો ?
ક્યાં છે મુડ અમારો ?
 
<br>
બીજ વગર પણ ઊગી શકે છે  
બીજ વગર પણ ઊગી શકે છે  
પ્રણય શબ્દની ચીજ
પ્રણય શબ્દની ચીજ
Line 27: Line 27:
આ પ્રણય-ફ્રણયના કવન-લવન કરવાનો   
આ પ્રણય-ફ્રણયના કવન-લવન કરવાનો   
ક્યાં છે મુડ અમારો
ક્યાં છે મુડ અમારો
 
<br>
એક હંમેશા બ્હેરો કે બહેરી
એક હંમેશા બ્હેરો કે બહેરી
ને બીજો ભાંભરતો કે રહે ભાંભરી.
ને બીજો ભાંભરતો કે રહે ભાંભરી.

Revision as of 09:23, 11 November 2022

૨૭- પ્રણય ફણયનાં કવલ—લવન

‘પ્રણય-કાવ્ય મોકલશો’ એવો હે તંત્રીજી મળી ગયો છે પત્ર તમારો પણ- આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો ક્યાં છે મુડ અમારો ?
પડ શું થડના થડ વાઢી બેઠા છી, આ ઉન્મૂલ કરી જડ પ્રણય શબ્દની અડાબીડ તે ફરી હવે શું ઉગાડીએ કરમાં લઈ પોકળ કવન-લવનનો ઝારો ? સાચે- આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો ક્યાં છે મુડ અમારો ?
બીજ વગર પણ ઊગી શકે છે પ્રણય શબ્દની ચીજ એવી અમને પડી પતીજ જ્યારથી અમે ત્યારથી એકલતાના ઓવારે બેઠા છી, મૂગા. રહે સતત સંભળાઈ છતાં યે કવિવરોના પ્રણયગાન: લવચીક લવારો. ના ના- આ પ્રણય-ફ્રણયના કવન-લવન કરવાનો ક્યાં છે મુડ અમારો
એક હંમેશા બ્હેરો કે બહેરી ને બીજો ભાંભરતો કે રહે ભાંભરી. એક જરી જ્યાં અડે બીજાનું પથ્થરમાં પલટાવું. સત્ય તીક્ષ્ણ આ ધારદાર વીંધે છે મારી શબ્દચેતના. હું ખાઉં સફરજન ભચડ ભચડ કે કરું કિસ, હું કરું પ્રતીક્ષા બસની કે વીજળીની કે પાણીના નળની કે પ્રોસ કને આછી આછી સળવળની મારા તંગ ટોચના બળની- કે બળબળતા વગડે જળની. કોચાતું ટોચાતું મારું મન એવી આ- એકલતા પળપળની; ને ઘોંઘાટ નર્યો આ- ઓઘડ-બોઘડ-તોતડ-બોતડ-રોતડ-પોતડ પ્રણય શબ્દનો કારો- એમાં સૂર પુરાવું મારો ? એવો- આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો ક્યાં છે મુડ અમારો ? [‘કવિતા’ના પ્રણયકાવ્ય વિશેષાંક માટે કાવ્ય મોકલવાના જવાબરૂપે શ્રી સુરેશ દલાલને લખી મોકલ્યું]