યાત્રા/હે ચકવા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હે ચકવા!|}} <poem> હે ચકવા, મત રોય, તુંથી હું દુખિયો ઘણો, પણ આંસુ આંખ ન જોય, મર ફાટે આખું હૃદય. રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે, જુગ જુગની લંગાર હું ને પિય બિચ, બંધવા! રુવે ન વ્હાલાં વાય,...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 7: Line 7:


રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે,
રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે,
જુગ જુગની લંગાર હું ને પિય બિચ, બંધવા!
જુગ જુગની લંઘાર હું ને પિય બિચ, બંધવા!


રુવે ન વ્હાલાં વાય, ચકવા, સાદી વાત એ,
રુવે ન વ્હાણાં વાય, ચકવા, સાદી વાત એ,
સૂર ઊગે નિશ જાય, એ કળ હાથ કશે બને?
સૂર ઊગે નિશ જાય, એ કળ હાથ કશે બને?


Line 16: Line 16:


સૂરજ સહે ન રેણ, હોય ન તટ આકાશને,
સૂરજ સહે ન રેણ, હોય ન તટ આકાશને,
ચકવા, ઉરનાં વ્હેમ મળતાં દધિ, વ્હેવું મટે.
ચકવા, ઉરનાં વ્હેણ મળતાં દધિ, વ્હેવું મટે.


વ્હેણ નહીં, નહીં પૂર, ઓસરવું વધવું નહીં,
વ્હેણ નહીં, નહીં પૂર, ઓસરવું વધવું નહીં,

Revision as of 02:34, 13 May 2023

હે ચકવા!

હે ચકવા, મત રોય, તુંથી હું દુખિયો ઘણો,
પણ આંસુ આંખ ન જોય, મર ફાટે આખું હૃદય.

રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે,
જુગ જુગની લંઘાર હું ને પિય બિચ, બંધવા!

રુવે ન વ્હાણાં વાય, ચકવા, સાદી વાત એ,
સૂર ઊગે નિશ જાય, એ કળ હાથ કશે બને?

એ કળ આવે હાથ, તે તટ આ તટ જો મટે,
કે જો આવે બાથ સૂરજ, રેણ નહીં પડે.

સૂરજ સહે ન રેણ, હોય ન તટ આકાશને,
ચકવા, ઉરનાં વ્હેણ મળતાં દધિ, વ્હેવું મટે.

વ્હેણ નહીં, નહીં પૂર, ઓસરવું વધવું નહીં,
જલસાગર ચકચૂર, કેવલ લ્હેર છલી રહી.

માર્ચ, ૧૯૪૩