યાત્રા/નાચીજની કહાણી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 16: | Line 16: | ||
આ ગુફતેગો ખુશ નજરની | આ ગુફતેગો ખુશ નજરની | ||
{{space}} ગુલ સમી ખીલી રહી, | {{space}} ગુલ સમી ખીલી રહી, | ||
હું ત્યાં જઈ ઊભો | હું ત્યાં જઈ ઊભો રહું : | ||
પણ હસ્તી મારી સાવ જાણે હોય ના, | પણ હસ્તી મારી સાવ જાણે હોય ના, | ||
Line 22: | Line 22: | ||
ક્યાંથી ય કો જાકાર પણ દેતું નહીં. | ક્યાંથી ય કો જાકાર પણ દેતું નહીં. | ||
હું સમા નાચીજને | હું સમા નાચીજને | ||
ના આવકાર | ના આવકાર ક્યહીં ભલે, | ||
ઇનકાર પણ મારે નસીબે ક્યાં ય ના! | |||
[૨] | [૨] | ||
Line 29: | Line 29: | ||
મેં વિચાર્યું : | મેં વિચાર્યું : | ||
જિંદગી બરબાદ જેવી જાય આ, | જિંદગી બરબાદ જેવી જાય આ, | ||
બરબાદ | બરબાદ તો તદ્દન કરી દઉં કેમ ના? | ||
મેં મજારે જઈ કબર મારી જ ખુદ ખોદી લીધી. | મેં મજારે જઈ કબર મારી જ ખુદ ખોદી લીધી. | ||
–હું સમા નાચીજને લિજ્જત દફનની યે ક્યહીં? | –હું સમા નાચીજને લિજ્જત દફનની યે ક્યહીં? | ||
Line 44: | Line 44: | ||
લખ લખ સિતારા સોહતા એને બદન, | લખ લખ સિતારા સોહતા એને બદન, | ||
ખુશ્બૂ લઈને એ બદનની આવતી | ખુશ્બૂ લઈને એ બદનની આવતી ’તી | ||
ત્યાં હવા ધીમે કદમ. | ત્યાં હવા ધીમે કદમ. | ||
ત્યાં સિતારો | ત્યાં સિતારો કો ખર્યો, | ||
આબે રહમની બુંદ શો, | આબે રહમની બુંદ શો, | ||
સરરાટ કરતો એ સર્યો, | સરરાટ કરતો એ સર્યો, | ||
Line 60: | Line 60: | ||
ત્યારે પ્રકાશ બધે હતો, | ત્યારે પ્રકાશ બધે હતો, | ||
કોમળ સુકોમળ ઝાંય ચંપક પુષ્પ કેરી ધારતો. | કોમળ સુકોમળ ઝાંય ચંપક પુષ્પ કેરી ધારતો. | ||
ને નિહાળ્યું મેં ત્યહીં – | |||
ને નિહાળ્યું મેં ત્યહીં :– | |||
મારી કબરની કોર પર | મારી કબરની કોર પર | ||
કોઈ ઊભેલું હતું, | કોઈ ઊભેલું હતું, | ||
જાણે સુકોમળ તેજ પેલું આંહિં દેહ ધરી ખડું. | જાણે સુકોમળ તેજ પેલું આંહિં દેહ ધરી ખડું. | ||
મારી ખુલેલી આંખ જોઈ એ હસી, | મારી ખુલેલી આંખ જોઈ એ હસી, બોલી અને : | ||
‘નાચીજ કે? | ‘નાચીજ કે? | ||
ઠીક છે તું આહિં આવી આમ સૂઈ | ઠીક છે તું આહિં આવી આમ સૂઈ ગયો, ભલા! | ||
આંહીં હવે મુજ બીજ હું વાવીશ ને | આંહીં હવે મુજ બીજ હું વાવીશ ને | ||
આ જીવતી માટી વિષે મનમાનતાં | આ જીવતી માટી વિષે મનમાનતાં | ||
Line 78: | Line 79: | ||
મારાં ખુલ્યાં જ્યારે નયન, | મારાં ખુલ્યાં જ્યારે નયન, | ||
ત્યારે હતો મધ્યાહ્ન ને | ત્યારે હતો મધ્યાહ્ન ને | ||
ન્હોતી કબર, | ન્હોતી કબર, ન્હોતું ય કબ્રસ્તાન ત્યાં. | ||
કો ઝાડની ખુશ્બૂભરેલી ગોદમાં | કો ઝાડની ખુશ્બૂભરેલી ગોદમાં | ||
હું હતો પડખે ઢળ્યો. | હું હતો પડખે ઢળ્યો. | ||
Line 85: | Line 86: | ||
જ્યાં જ્યાં નજર જાતી ત્યહીં બસ બાગ મેં બાગ જ લહ્યો, | જ્યાં જ્યાં નજર જાતી ત્યહીં બસ બાગ મેં બાગ જ લહ્યો, | ||
ને મુજ નયન | ને મુજ નયન ચંપકપ્રભાનો રાગ તે રેલી રહ્યો. | ||
</poem> | </poem> | ||
Revision as of 15:38, 14 May 2023
[૧]
હું સમા નાચીજને
કોઈ ના કહેતું કદી : ‘આવો.’
હું શું કરું?
ક્યાં ડગ ભરું?
આ બેરહમ દુનિયા વિષે
હું બેકરાર ફર્યા કરું.
આ મેહફિલો જામી રહી,
આ મસ્લતો ચાલી રહી,
આ ગુફતેગો ખુશ નજરની
ગુલ સમી ખીલી રહી,
હું ત્યાં જઈ ઊભો રહું :
પણ હસ્તી મારી સાવ જાણે હોય ના,
મારા સમા ભેંકાર જડને છાંય પણ શું હોય ના,
ક્યાંથી ય કો જાકાર પણ દેતું નહીં.
હું સમા નાચીજને
ના આવકાર ક્યહીં ભલે,
ઇનકાર પણ મારે નસીબે ક્યાં ય ના!
[૨]
મેં વિચાર્યું :
જિંદગી બરબાદ જેવી જાય આ,
બરબાદ તો તદ્દન કરી દઉં કેમ ના?
મેં મજારે જઈ કબર મારી જ ખુદ ખોદી લીધી.
–હું સમા નાચીજને લિજ્જત દફનની યે ક્યહીં?
ને ખુદાનું નામ લઈ અંદર જઈ ચત્તો સુતો.
મિટ્ટી બદન પર ખેંચવા મુજ હાથ મેં લાંબા કર્યા
બંને દિશે,
મુજ આંખ ત્યાં ઊંચી થઈ,
ને આંગળી મુજ બે ઘડી થંભી ગઈ.
શી મહા મધરાત એ!
જિંદગી ગમગીનીનો બુરખો હટાવી,
ત્યાં ઊભી મારી નજર સામે પ્રથમ.
લખ લખ સિતારા સોહતા એને બદન,
ખુશ્બૂ લઈને એ બદનની આવતી ’તી
ત્યાં હવા ધીમે કદમ.
ત્યાં સિતારો કો ખર્યો,
આબે રહમની બુંદ શો,
સરરાટ કરતો એ સર્યો,
એના ચમકતા ગાલ પર શી ખુશદિલીની
ત્યાં ખિલી ઊઠી ટશર.
તે પછી ત્યાં શું બન્યું તેની મને કંઈ ના ખબર!
[૩]
મારા ખૂલ્યાં જ્યારે નયન
ત્યારે પ્રકાશ બધે હતો,
કોમળ સુકોમળ ઝાંય ચંપક પુષ્પ કેરી ધારતો.
ને નિહાળ્યું મેં ત્યહીં :–
મારી કબરની કોર પર
કોઈ ઊભેલું હતું,
જાણે સુકોમળ તેજ પેલું આંહિં દેહ ધરી ખડું.
મારી ખુલેલી આંખ જોઈ એ હસી, બોલી અને :
‘નાચીજ કે?
ઠીક છે તું આહિં આવી આમ સૂઈ ગયો, ભલા!
આંહીં હવે મુજ બીજ હું વાવીશ ને
આ જીવતી માટી વિષે મનમાનતાં
ખીલશે ગુલ માહરાં!’
તે હસી એવું વળી
એ સૌમ્ય સ્મિતનાં તેજથી મુજ આંખ મીંચાઈ વળી.
[૪]
મારાં ખુલ્યાં જ્યારે નયન,
ત્યારે હતો મધ્યાહ્ન ને
ન્હોતી કબર, ન્હોતું ય કબ્રસ્તાન ત્યાં.
કો ઝાડની ખુશ્બૂભરેલી ગોદમાં
હું હતો પડખે ઢળ્યો.
કે વસંતિલ મરુત માદક અંગમાં મુજ રણઝણ્યો,
ને આંખથી હું સૃષ્ટિને જોઈ રહ્યો :
જ્યાં જ્યાં નજર જાતી ત્યહીં બસ બાગ મેં બાગ જ લહ્યો,
ને મુજ નયન ચંપકપ્રભાનો રાગ તે રેલી રહ્યો.
સપ્ટેમ્બર, ૧૯૪૫