ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/હાસ્ય અને અદ્ભુત રસ – નવલરામ પંડ્યા, 1836: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 44: Line 44:
માણસને પોતાના નિષ્ફળ શ્ર્રમોનો વિચાર કરતાં હસવું આવે છે, અને કોઈ વખત ફળીભૂત થયેલા શ્રમોના સ્મરણથી હસવું આવે છે. બાળકનો ઉદ્યોગ જુવાનને, અને જુવાનોનો ઉદ્યોગ વૃદ્ધને હમેશાં હસવા જેવો લાગે છે. દેશકાલના સંબંધે જુદા જુદા કામનું માણસોને જુદું જુદું લાગે છે. જે ક્રિયાથી હિંદુ ભક્તિમાં લીન થઈ જાય છે તે જોઈને મુસલમાન હસે છે. અને તેથી ઊલટું પણ તેમ જ સમજવું. (આ વિચાર આ પેટાને લગતો નથી પણ હાસ્યરસના સામાન્ય વિવેચનમાં લખવો જેઈતો હતો.) નહીં આરંભેલા તરંગોના સ્મરણથી પણ હસવું આવે છે, અને વખતે દિલગીરી થાય છે.

માણસ નિરાશ થયાથી એટલે પોતાની કેવળ અશક્તિ જોઈને હસે છે. એ ગાંડાના હાસ્ય જેવો ભયંકર રસ છે. આ જગો ઉપર માણસ પોતાની મૂર્ખાઈ જોઈને હસે છે. મનમાં છૂપા ભાવરૂપે રહેલા ઉદ્દેશ ઘણા મોટા, અને સાધન ઘણાં હલકાં અથવા નહીં જ,—એથી બીજી મૂર્ખાઈ કેવી? એ હાસ્ય ઘણું Sympathetic નથી, કેમ કે ભાવરૂપે રહેલા ઉદ્દેશનું સ્વરૂપ બીજાથી પૂરેપૂરું ઓળખાતું નથી. જોેનાર તો કાર્યરૂપે તે પ્રગટ થાય ત્યારે જ તેનું બળ માપી શકે છે. અને તેથી તે ઉદ્દેશ અને સાધન વચ્ચેનું અસાધારણ પ્રમાણ બીજાના લક્ષમાં આવતું નથી, પોતાની મૂર્ખાઈ પોતે જોઈ છે. તથાપિ બીજા બરાબર જોઈ શકતા નથી, અને તે કારણને લીધે હસતા પણ નથી.

<center>'''અદ્ભુત રસ|(એક કાગળમાંથી ઉતારો)'''</center>
<center>'''અદ્ભુત રસ (એક કાગળમાંથી ઉતારો)'''</center>
જે બનાવ આપણા જોેવામાં આવ્યો નથી અથવા (શાસ્ત્રીય રીતે બોલીએ તો) જે બનાવનું કારણ ઇંદ્રિયજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સિદ્ધાંતો ઉપરથી સમજાતું નથી, તેવા બનાવોનો પ્રત્યક્ષ અનુભવ થયાથી અથવા તે બનાવોનું વર્ણન વાંચ્યાસાંભળ્યાથી આપણને આનંદયુક્ત આશ્ચર્ય લાગે છે. તે બનાવોના જે ગુણને લીધે આનંદયુક્ત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે તે અદ્ભુત રસ. એ રસ તે બનાવોમાં જ રહેલો છે.

બીજી રીતે પણ અદ્ભુત રસ થાય છે. તે બનાવમાં જાતે તો અદ્ભુતપણું કંઈ જ નહીં હોય, પણ જ્યારે યુક્તિથી વર્ણનશૈલી એવી રાખી હોય કે તે બનાવો જગતના સાધારણ નિયમને અનુસરતા છતાં તેનાં કારણો વાંચતી વખતે જણાય નહીં, ત્યારે તે બનાવના પ્રથમ દર્શને આપણને નવાઈ જેવું લાગે છે, અને કેટલેક દરજ્જે ખરા અદ્ભુત રસની મજા આપણે અનુભવીએ છીએ. ઉદાહરણ—કરણઘેલાના કર્તા જેણે માત્ર કૃત્રિમ રસ લખ્યો છે તે હરપાળ સાધના કરવા ગયો તેનું વર્ણન કરતી વખતે તે સ્મશાનમાં અંધારી રાતે શી રીતે જઈ પહોંચ્યો, આસન કરવાને માટે કેટલી મુસીબતે એક મુડદું પેદા કીધું, ઇત્યાદિ ભયાનક વર્ણન કીધા પછી કહે છે કે હરપાળ જાણતો હતો કે સાધનામાં ભંગ પડાવવાને ભૂતાવળ ઘણાં વિઘ્ન વચમાં આણશે, અને તેથી તેણે ચોકસાઈથી નદીમાં ધોઈને તે મુડદ્દું કિનારા પર નાખ્યું. પણ એટલામાં કોઈ આવીને તે મુડદું ખેંચી જવા લાગ્યું, અને એણે આશ્ચર્ય તથા બીકથી ટક ટક જોયા કીધું. પણ પછી કહે છે કે તરત જ વાદળમાંથી ચંદ્રમા બારણે નીકળ્યો, અને તેના અજવાળાની મદદે જુએ છે તો માલૂમ પડ્યું કે એક શિયાળવું તે મુડદું ખેંચી જાય છે. એ વર્ણનમાં શિયાળવાએ ખેંચ્યું એમ અગાઉથી કહ્યું હોત તો આપણને કંઈ અદ્ભુત લાગત નહીં, અને તેથી એ અદ્ભુતપણું એ બનાવમાં રહેતું નથી, વર્ણનશૈલી ઉપર આધાર રાખે છે. એને હું કૃત્રિમ અદ્ભુત રસ કહું છું. કૃત્રિમ એટલે જુગતીથી ઊભો કીધેલો—ખરો નહીં તે.

1,026

edits