ચાંદનીના હંસ/૩૭ પ્રક્રિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રક્રિયા|}} <poem> અંધારાનો અણસાર મને અક્ષરોમાં મળ્યો. ભરબપ્પોરે મીણ થઈ ઓગળતી કાયા કાળા મંટોડામાં પડછાયો થઈ ખોદાતી સાંજ સુધીમાં તો આખે આખી ભળી ગઈ; કાળું મટોડું થઈ. પાછળ ચંપાત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
૮-૨-૮૧ | ૮-૨-૮૧ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૬ સમુદ્ર | |||
|next = ૩૮ ખાબોચિયું | |||
}} |
Latest revision as of 11:59, 16 February 2023
પ્રક્રિયા
અંધારાનો અણસાર મને અક્ષરોમાં મળ્યો.
ભરબપ્પોરે મીણ થઈ ઓગળતી કાયા
કાળા મંટોડામાં પડછાયો થઈ ખોદાતી
સાંજ સુધીમાં તો આખે આખી ભળી ગઈ; કાળું મટોડું થઈ.
પાછળ ચંપાતે પગ પીછો કરતું
અંધારાના મૂળિયે જઈ બાઝેલું આકાશ
દૂરના તારા જેવું ચળકી ઊઠ્યું.
આગિયાના ઝૂંડમાંથી રેલાતા સોનામાં
હીરા અને નક્ષત્રો સેળભેળ થઈ ગયાં.
અંધારાના તળિયે જઈ
દ્વિદળ આંખો ફણગી.
ને ફરફરતા પીલાએ લાંબો લીટો તાણ્યો...
૮-૨-૮૧