અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? કમળપૂજા કરી આરાધિયો આ કાફ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો| ?????? ???}} | |||
<poem> | <poem> | ||
કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? | કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? |
Revision as of 09:26, 12 July 2021
ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો
?????? ???
કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો?
કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો?
કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શબ્દનો?
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો?
સદીઓની પેલે પારથી કોણે ફરી કરતાલમાં,
પરભાતિયાના સૂરમાં આલાપિયો આ કાફિયો?
કોણે રચાવી રાસલીલા ગઝલના તટ પર ભલા?
ઝૂમે રદીફની તાળી પર દઈ તાલિયો આ કાફિયો!
કોણે પીધો આ દૃશ્યનો આસવ ભરીને આંખમાં?
ઘેઘૂરે ઘૂમે ગહનમાં લો, સાકિયો આ કાફિયો!
વાઘા સજી લય-છંદના, સાફો શબદનો શીશ પર;
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો?
પરબ, નવેમ્બર