અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/આજની રાત: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે, રસ્તાને કહો ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આજની રાત|હરીન્દ્ર દવે}} | |||
<poem> | <poem> | ||
રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે, | રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે, |
Revision as of 09:37, 12 July 2021
હરીન્દ્ર દવે
રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા ફૂલની પાંખડી માફક
એ સામો આવે,
વૃક્ષોને કહો કે એનાં પર્ણોમાં એ કોઈ અજબની રાગિણી વગાડે,
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય —
આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે.
બ્રહ્માંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં નેપુર સાંભળવાં છે;
મધદરિયે મોજાંને પહેરાવેલાં વલય મારે ઉતારી લેવાં છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;
આજની રાત હું ઉદાસ છું અને મારી
ખોવાયેલી પ્રસન્નતા મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે.
મિલનાં ઊંચાં ભૂંગળાંઓને કોઈ ચંદનની અગરબત્તીમાં પલટાવી દો;
સિમેન્ટ-કૉંક્રીટનાં મકાનોને કોઈ સરુવનમાં ફેરવી દો;
આંખની કીકીઓને કોઈ ચન્દ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઈ સાગરની લહેરોમાં લહેરાવી દો;
આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.