અનેકએક/ક્ષણો... ચાર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{center|'''ક્ષણો... ચાર'''}} <poem> '''૧''' આકાશો વીંઝતું સડ-સડાટ ઊતરી રહ્યું છે પંખી તળિયેથી જળપર્વતો વીંધતું સર્ર્... સર સરી રહ્યું છે હમણાં... હમણાં એકમેકમાં ભળી જશે પંખીઓ '''૨''' કદાવર કાળમીંઢ ખડક પર બ...") |
(→) |
||
Line 10: | Line 10: | ||
તળિયેથી | તળિયેથી | ||
જળપર્વતો વીંધતું | જળપર્વતો વીંધતું | ||
સર્ર્... સર સરી રહ્યું છે | |||
હમણાં... હમણાં | હમણાં... હમણાં | ||
એકમેકમાં | એકમેકમાં | ||
Line 64: | Line 64: | ||
મુઠ્ઠીભર શબ્દો | મુઠ્ઠીભર શબ્દો | ||
કાગળ પર વેરાય ત્યારે | કાગળ પર વેરાય ત્યારે | ||
વાક્પ્રવાહ | |||
ઉદ્વેગી થઈ જાય છે | ઉદ્વેગી થઈ જાય છે | ||
ક્યારે | ક્યારે |
Latest revision as of 01:02, 27 March 2023
ક્ષણો... ચાર
૧
આકાશો વીંઝતું
સડ-સડાટ ઊતરી રહ્યું છે
પંખી
તળિયેથી
જળપર્વતો વીંધતું
સર્ર્... સર સરી રહ્યું છે
હમણાં... હમણાં
એકમેકમાં
ભળી જશે
પંખીઓ
૨
કદાવર કાળમીંઢ ખડક પર બેઠું પતંગિયું
પાંખો
સંકોરતું
સરી જાય
હળવે... હળવે...
ખડક ઊંચકાય
ઊડઊડ થાય
૩
ડાળખીઓ ઝુલાવતો
પાંદડીઓ ફરફરાવતો
વાય છે પવન
ક્યારેક... ક્યારેક
હળુ હળુ
ગાય છે પવન
૪
અચાનક
ભીંતો જળભેખડો
છત
ઝળૂંબતો તરંગ
ભોંય
અતળ ઊંડાણો ઊંડાણો
ઘર અહો... અહો...
દરિયો
૫
રિક્ત
છલોછલ થાય
ભર્યુંભાદર્યું ખાલીખમ્મ
ક્યારે થઈ જતું એની
બ..સ..
જાણ ન થાય
૬
મુઠ્ઠીભર શબ્દો
કાગળ પર વેરાય ત્યારે
વાક્પ્રવાહ
ઉદ્વેગી થઈ જાય છે
ક્યારે
ગતિમાં સંગીતિ થાય ને
કાવ્ય રચાય...
૭
હે
શતસહસ્રશતદલપદ્મ!
ગંધના ઉછંગે
આલેખે છે શબ્દને
શબ્દ રચે છે ક્ષણને
ક્ષણમાં
પંખુડીઓ વેરી
સમેટી લે છે
ક્ષણને