અનેકએક/ખુરશીઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|'''ખુરશીઓ'''}} <poem> ૧ આ ખુરશી ખાલી છે ના ખુરશીને પગ છે હાથ છે છે આંખો પણ પગ મંડાશે હમણાં હાથ ઊંચા થશે વીંટાળાશે ત્યાં સુધી ખાલી આંખોે તાક્યા કરશે ૨ બેસનારના દાબે ખુરશી ગૂંગળાય શું થાય...")
 
()
 
Line 2: Line 2:


<poem>
<poem>
''''''


આ ખુરશી ખાલી છે
આ ખુરશી ખાલી છે
Line 12: Line 12:
હાથ ઊંચા થશે વીંટાળાશે
હાથ ઊંચા થશે વીંટાળાશે
ત્યાં સુધી
ત્યાં સુધી
ખાલી આંખોે તાક્યા કરશે
ખાલી આંખો તાક્યા કરશે




''''''


બેસનારના દાબે
બેસનારના દાબે
Line 25: Line 25:




''''''


ખુરશીને
ખુરશીને
Line 33: Line 33:




''''''


પહેલો
પહેલો
Line 45: Line 45:




''''''


હું  
હું  
Line 57: Line 57:




''''''


કોઈ
કોઈ
Line 67: Line 67:




''''''


ખુરશી પર  
ખુરશી પર  
Line 80: Line 80:




''''''


એ  
એ  
Line 90: Line 90:




''''''


ખાલી ખુરશીઓ
ખાલી ખુરશીઓ
Line 101: Line 101:




૧૦
'''૧૦'''


લાકડાનું એક માળખું  
લાકડાનું એક માળખું  
Line 111: Line 111:




૧૧
'''૧૧'''


ખાલી ખુરશી
ખાલી ખુરશી
Line 122: Line 122:




૧૨
'''૧૨'''


ખુરશી ડગી ડગમગી
ખુરશી ડગી ડગમગી
Line 134: Line 134:




૧૩
'''૧૩'''



Latest revision as of 01:29, 27 March 2023

ખુરશીઓ



આ ખુરશી ખાલી છે
ના
ખુરશીને પગ છે
હાથ છે
છે આંખો પણ
પગ મંડાશે હમણાં
હાથ ઊંચા થશે વીંટાળાશે
ત્યાં સુધી
ખાલી આંખો તાક્યા કરશે




બેસનારના દાબે
ખુરશી ગૂંગળાય
શું થાય
બેસવા દેવું એનું કર્મ
એનો ધર્મ
શું થાય




ખુરશીને
એક ઇચ્છા
કોઈ બેસવા જાય
ને ખસી જવું




પહેલો
હાથો હલબલ્યો
પછી પાયો ડગમગ્યો
પછી ખીલીઓ ચૂપચાપ સરી ગઈ
છેવટે
ખુરશી ભાંગી પડી
ભાંગી ગયેલી ખુરશી
ભંગારે ગઈ




હું
તાકી રહ્યો છું ખાલી ખુરશીને
ખુરશી પાછળની ખુરશીની પાછળની
અગણિત ખાલી ખુરશીઓને
ના
નહિ બેસી શકું
હું
આ ખાલી ખુરશી પર




કોઈ
ખુરશી પરથી ઊઠીને ચાલ્યું ગયું
હાથા પરથી હાથ
બેઠક પરથી દાબ
પાયામાં અટવાયા પગ
ગયા નથી




ખુરશી પર
એક પંખી આવી બેઠું
ખુરશીમાં
ડાળો ફૂટી
પાંદડાં કલબલ્યાં
પુષ્પો પ્રગટ્યાં
ફળ લચ્યાં
ખુરશીમાં ઝાડ જાગ્યું
મૂળિયાં વિનાનું





હળવેથી ખુરશી પર બેઠો
બેસી રહ્યો, પુષ્ટ થતો ગયો
કદાવર... વિકરાળ
ઊભો થયો ત્યાં સુધીમાં તો
સાવ કદરૂપો થઈ ગયેલો




ખાલી ખુરશીઓ
એકમેક સાથે
ખાલી વાતોએ વળગી હતી
આગંતુકે
એ ગોષ્ઠિને ખોરવી દઈ
ખુરશીઓને
વિખૂટી પાડી દીધી


૧૦

લાકડાનું એક માળખું
મેળવવા
એણે
શું શું ન વેચ્યું
લાકડાનું એક માળખું
મેળવવા


૧૧

ખાલી ખુરશી
સ્થિતપ્રજ્ઞ થઈ બેઠો હોય માણસ
એવી
ચૂપ છતાં હમણાં બોલી ઊઠશે જાણે
માણસ
કોઈ ક્યારેય બેઠું જ નથી
એવી ખાલી ખુરશી


૧૨

ખુરશી ડગી ડગમગી
ધરા રસાતળ ગઈ
આકાશ ફંગોળાયું
દિશાઓ ફરી

ઊભો થઈ ચાલ્યો ગયો
ફરી
સૂર્યોદય થયો


૧૩


મંચ પર ધકેલાઈ ગયો
જુએ તો
એકેએક ખુરશી ખાલી
એણે જાન રેડીને પાઠ ભજવ્યો
આખું સભાગૃહ
તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું