શાંત કોલાહલ/તવ પ્રવેશે: Difference between revisions
Jump to navigation
Jump to search
તવ પ્રવેશે
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને | અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને | ||
પુલિનપટમાં | પુલિનપટમાં મંદસ્રોતા વહી રહી વાત્રક; | ||
જલલહરભીની વેળુમાં ઊગ્યાં કંઈ વેતસ, | જલલહરભીની વેળુમાં ઊગ્યાં કંઈ વેતસ, | ||
ત્યહીં નજીક કોઈ એકાકી નિહાળું વિહંગને, | ત્યહીં નજીક કોઈ એકાકી નિહાળું વિહંગને, |
Revision as of 09:02, 1 April 2023
અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને
પુલિનપટમાં મંદસ્રોતા વહી રહી વાત્રક;
જલલહરભીની વેળુમાં ઊગ્યાં કંઈ વેતસ,
ત્યહીં નજીક કોઈ એકાકી નિહાળું વિહંગને,
ઇહ વિવિધ વર્ણે સોહંતી વિશાળ નિસર્ગશ્રી,
પ્રિય ! સહજ લાગે બારીથી મઢાયલ ચિત્ર શી.
પણ તવ પ્રવેશે એમાં આ કશું પરિવર્તન !
અવ અહીં રમે હિલ્લોલંતી હવા અવકાશનાં
અમિત ગહનોને લ્હેર્યુંમાં ઉછાળતી; પ્રાણના
સકલ કરણે સ્પર્શી રે’તાં મુદામય સ્પંદન !
વિહગ ટહુકે, એનો રેલે દિગન્ત પ્રતિધ્વનિ:
રગરગ મહીં જાણે આરોહતી ગતિ સૂર્યની !
પ્રિય ! તવ પ્રવેશે ભૂમામાં સમસ્તની વ્યાપૃતિ;
સરતી ક્ષણને આધારે હું લહું સ્થિર શાશ્વતી.