શાંત કોલાહલ/સ્થાનાંતર: Difference between revisions
Jump to navigation
Jump to search
સ્થાનાંતર
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 31: | Line 31: | ||
હે પ્રિય ! | હે પ્રિય ! | ||
તું ય તે લેતી નવો કંઈ તાગ | તું ય તે લેતી નવો કંઈ તાગ.. | ||
તારું | તારું | ||
કમલ નહિ અવ આગ જેવું વ્હાલ : | કમલ નહિ અવ આગ જેવું વ્હાલ : |
Revision as of 09:10, 1 April 2023
પ્રિય !
રંગ તો એનો જ એ છે લાલ.
જે ભાલને ચંદ્રક હતો
અવતીર્ણ તે બે હોઠ પર અવ;
રંગ તો એનો જ એ છે લાલ!
બે દલ કમલ
જે યોગીની- સૌ ચરમ સિદ્ધિની-
શાન્તિથી ઉજ્જવલ, અમલ
જ્યાં આવરણથી મુક્ત થૈને
મન રમે
વિરમે અચંચલ.
રંગ તો એનો ય છે પ્રિય ! લાલ
આ બે હોઠ પર
રંગ તો એનો જ એ છે લાલ.
ત્યાં અખંડિત એક
તે અવ બે મહીં નંદિત
હવે વાચાળ:
અગ્નિ કેરી લખ લખ ઝાળ
હસતી સકલનો કરવા કવલ
ધસતી કશી પ્રેમાળ !
ભુક્તિ...
ના નહીં તૃપ્તિ
નવા ઉન્મેષમાં નખરાળ.
હે પ્રિય !
તું ય તે લેતી નવો કંઈ તાગ..
તારું
કમલ નહિ અવ આગ જેવું વ્હાલ :
રંગ તો એનો જ એ છે લાલ.