શાંત કોલાહલ/શાંત કોલાહલ: Difference between revisions
Jump to navigation
Jump to search
શાન્ત કોલાહલ
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 2: | Line 2: | ||
<center>શાન્ત કોલાહલ</center> | <center>'''શાન્ત કોલાહલ'''</center> | ||
<poem>રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં | <poem>રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં | ||
Line 9: | Line 9: | ||
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ | પણે ચણે ધૂલિથી ધાન્યના કણ | ||
:::ટોળે મળી કાબર, ચાષ | :::ટોળે મળી કાબર, ચાષ | ||
::: | :::કલ્બલ તે કેટલી ? | ||
:::ચંચલ કૈં ! | :::ચંચલ કૈં ! | ||
:::::અકારણ ઊડી જતાં ડાળ વિષે | :::::અકારણ ઊડી જતાં ડાળ વિષે |
Revision as of 01:36, 13 April 2023
રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ
કલ્બલ તે કેટલી ?
ચંચલ કૈં !
અકારણ ઊડી જતાં ડાળ વિષે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !
ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત
હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા
ઘર, હાટ, ઘાટના...
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ
ડ્હોળાય આખો અવકાશ
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !