શાંત કોલાહલ/૧ નમીએ અગનફૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 11: Line 11:
સાંજ સવાર તે ઘરમાં ખીલે
સાંજ સવાર તે ઘરમાં ખીલે
:::પકવે સકલ અંન;
:::પકવે સકલ અંન;
આંગણના રખવાળની રાતમાં  
આંગણાના રખવાળની રાતમાં  
:::::આણ રમે જોજંન;
:::::આણ રમે જોજંન;
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ.
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ.
:::ઝાડવે છાનો વાસ, રે એની
:::ઝાડવે છાનો વાસ, રે એની
:::::હૂંફ મળે ચોમેર,
::::::હૂંફ મળે ચોમેર,
:::કાળના પ્હોળા મુખમાં,
:::કાળના પ્હોળા મુખમાં,
:::::અભય ફરીએ રે ઠેર ઠેર;
:::::અભય ફરીએ રે ઠેર ઠેર;

Revision as of 15:48, 13 April 2023

વનવાસીનાં ગીત


૧ નમીએ અગન ફૂલ

નમીએ અગનફૂલને
હે ! નમીએ અગનફૂલ,
ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ.

સાંજ સવાર તે ઘરમાં ખીલે
પકવે સકલ અંન;
આંગણાના રખવાળની રાતમાં
આણ રમે જોજંન;
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ.

ઝાડવે છાનો વાસ, રે એની
હૂંફ મળે ચોમેર,
કાળના પ્હોળા મુખમાં,
અભય ફરીએ રે ઠેર ઠેર;
અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.