શાંત કોલાહલ/૧૪ શિયાળુ સાંજ: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૪. શિયાળુ સાંજ
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 15: | Line 15: | ||
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી. | હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી. | ||
નેણથી તો નેણ રીઝતાં ; | નેણથી તો નેણ રીઝતાં; | ||
:::ને કાન –વેણની એને ટેવ, | :::ને કાન –વેણની એને ટેવ, | ||
વાત કીજે એલા | વાત કીજે એલા | ||
:::કેમ રે ભેટ્યાં ભીલડી ને મા’દેવ : | :::કેમ રે ભેટ્યાં ભીલડી ને મા’દેવ : | ||
કોણ ભોળું કોણ ભોળવાયું, જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી ! | કોણ ભોળું કોણ ભોળવાયું, જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી ! | ||
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી. | |||
:::આપણી કને હોય | :::આપણી કને હોય | ||
::::તે બધું હોડમાં મૂકી દઈ, | ::::તે બધું હોડમાં મૂકી દઈ, |
Revision as of 22:55, 13 April 2023
શિયાળુ સાંજની વેળ છે થોડી :
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલિયે આપણ,
નિંદરું આવશે મોડી.
ચીતરી મેલી ચાસર,
મ્હોરાં સોહ્ય છે રૂડે રંગ,
ધોળિયો પાસો ઢાળિયે
જો’ યે કોણ રે જીતે જંગ :
આબરૂ જેવી આણજે થાપણ, ગઠરીની મેં ય ગાંઠને છોડી,
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
નેણથી તો નેણ રીઝતાં;
ને કાન –વેણની એને ટેવ,
વાત કીજે એલા
કેમ રે ભેટ્યાં ભીલડી ને મા’દેવ :
કોણ ભોળું કોણ ભોળવાયું, જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી !
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
આપણી કને હોય
તે બધું હોડમાં મૂકી દઈ,
હાર કે જીત વધાવીએ
આપણ એકબીજાનાં થઈ;
અરધી રાતનું ઘેન ઘેરાતાં ઓઢશું ભેળાં એક પિછોડી :
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.