અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/ચાલ મન: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વૃક્ષ કદાચ એમ પણ કહે — ‘મને પહેલાં ચા-પાણી પાઓ પછી જ છાંયો આપું.’...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ચાલ મન|વિપિન પરીખ}} | |||
<poem> | <poem> | ||
વૃક્ષ કદાચ એમ પણ કહે — | વૃક્ષ કદાચ એમ પણ કહે — |
Revision as of 09:42, 12 July 2021
ચાલ મન
વિપિન પરીખ
વૃક્ષ કદાચ એમ પણ કહે —
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે —
‘કોઈ સરસ જગ્યા જોઈ મને ફ્લૅટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું.’
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે!
(તલાશ, ૧૯૮૦, પૃ. ૫૩)