એકોત્તરશતી/૨. પ્રાણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
ધરતી ઉપર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય અને અશ્રુ-ભરી પ્રાણની લીલા સદા લહેરાયા જ કરે છે,—માનવનાં સુખદુઃખનાં ગીતો ગૂંથીને અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.
ધરતી ઉપર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય અને અશ્રુ-ભરી પ્રાણની લીલા સદા લહેરાયા જ કરે છે,—માનવનાં સુખદુઃખનાં ગીતો ગૂંથીને અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.
પણ જો તે ન કરી શકું, તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી વચ્ચે જ સ્થાન પામું એમ ઇચ્છું છું, અને તમે ચૂંટશો એમ કરીને સવારે અને સાંજે નવાં નવાં સંગીતનાં ફૂલો ખીલવ્યા કરીશ. તમે હસતે મોઢે એ ફૂલ લેજો અને ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય તો ફેંકી દેજો!

'''નવેમ્બર, ૧૮૮૬'''
'''‘કડિ ઓ કોમલ’'''
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>

Revision as of 01:37, 1 June 2023

૨. પ્રાણ (પ્રાણ)

આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઇચ્છા નથી. હું માનવોમાં જીવવા ઇચ્છું છું. આ સૂર્યનાં કિરણોમાં, આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં હું સ્થાન પામવા ઇચ્છું છું. ધરતી ઉપર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય અને અશ્રુ-ભરી પ્રાણની લીલા સદા લહેરાયા જ કરે છે,—માનવનાં સુખદુઃખનાં ગીતો ગૂંથીને અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે. પણ જો તે ન કરી શકું, તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી વચ્ચે જ સ્થાન પામું એમ ઇચ્છું છું, અને તમે ચૂંટશો એમ કરીને સવારે અને સાંજે નવાં નવાં સંગીતનાં ફૂલો ખીલવ્યા કરીશ. તમે હસતે મોઢે એ ફૂલ લેજો અને ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય તો ફેંકી દેજો! નવેમ્બર, ૧૮૮૬ ‘કડિ ઓ કોમલ’

(અનુ. નગીનદાસ પારેખ)