શાંત કોલાહલ/યાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 20: Line 20:


આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ  
આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ  
આગળ મારી આવતું હોશે કરતું નવલ પ્રેમ ?  
આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ ?  
એકલાની આ ઊડતી ધૂળે  
એકલાની આ ઊડતી ધૂળે  
વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે;  
વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે;  

Revision as of 05:22, 14 April 2023

યાદ

આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર,
આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર !
કંઈ તો એની કાળવી છાયા,
કંઈ રેલાતી રંગની માયા,
નવલે રૂપે રમતી કાયા,
સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર !
આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર !

એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત;
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !
આંખની આગળ આવતું રે દૂર,
નજરે એનાં સાંભળું નેપુર,
તાલમાં એના તરસે છે ઉ૨,
પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત !
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !

આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ
આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ ?
એકલાની આ ઊડતી ધૂળે
વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે;
ભૂર ભરાયું ઉર તે ઝૂરે !
કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ.
પાછળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ !