અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વાવોલ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> જળ જંપે ત્યાં કોઈ રે આવી {{space}}રૅણ-ઢબૂર્યાં નૅણમાં મારાં ઘોળજો વાવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વાવોલ|ભાનુપ્રસાદ ત્રિવેદી}} | |||
<poem> | <poem> | ||
જળ જંપે ત્યાં કોઈ રે આવી | જળ જંપે ત્યાં કોઈ રે આવી |
Revision as of 09:46, 12 July 2021
ભાનુપ્રસાદ ત્રિવેદી
જળ જંપે ત્યાં કોઈ રે આવી
રૅણ-ઢબૂર્યાં નૅણમાં મારાં ઘોળજો વાવોલ,
તાંદુલ કેરી ગઠડી છોડી
હળવે હળવે ગોઠડીમાં ઝબકોળજો વાવોલ...
તાણ ઘોડાપૂર, કૂણી વેળૂ,
એમ વિસારી રમતા — દેરી.
રાંગમાં વાળી ખેપની હેરુ,
સાત સાગરની સાંભળી ભેરી.
સાવ ઊંડે અંકાશ ઠરી તે —
છીપના ગભૂર ભેજમાં કોઈ ખોળજો વાવોલ...
કો’ક પરોઢે ગામ એ મારું
બોઘરણે જેમ શેડ પડી જાય,
ગળતી રાતની થૈને સાવળ
તુલસી-કષાય નાદ અડી જાય.
ઝૂલતાં મારાં પોપચે પાદર:
હીરને દોર અંઘોળજો વાવોલ...
વાટમાં મેજળ તફડ્યાં ઝાઝાં,
મૉલ લચ્યા મનભાવતા થોડા,
ઉઝરડા અણદીઠ હો માડી,
ર્હૈ ગ્યા તારા થાન-વછોડ્યા,
કોઈ વેળા આ હોઠથી મારા
ગીત દ્રવે ક્યારીએ એકાદ કૉળજો વાવોલ...