દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૬. એક ભોળો ભાભો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. એક ભોળો ભાભો|}} <poem> એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી, હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે; જંગલી જનાવરોને બહુ બીવરાવવાને, થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે; એવે સમે ઊંટ આવી ખેતર...")
 
No edit summary
 
Line 13: Line 13:
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે.
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૫. કેડેથી નમેલી ડોશી
|next =  
|next = ૧૭. એક શરણાઈ વાળો
}}
}}

Latest revision as of 10:26, 21 April 2023


૧૬. એક ભોળો ભાભો

એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે;
જંગલી જનાવરોને બહુ બીવરાવવાને,
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો,
ભોળો ભાભો થાળી ઠોકી તેને બીવરાવે છે;
ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે,
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે.