શાંત કોલાહલ/અબોલ હેત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
Line 1: Line 1:
<center>'''અબોલ હેત'''</center>
<center>'''અબોલ હેત'''</center>


<poem>જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ :
{{block center|<poem>જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
::: આથમણે નભ ઓસર્યો
::: આથમણે નભ ઓસર્યો
Line 22: Line 22:
ચાલતી અચંચલ;
ચાલતી અચંચલ;
ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ :
ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.</poem>
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.</poem>}}


{{HeaderNav2 |previous =કણી |next =વિદાયતરી }}
{{HeaderNav2 |previous =કણી |next =વિદાયતરી }}

Revision as of 09:48, 16 April 2023

અબોલ હેત

જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
આથમણે નભ ઓસર્યો
આખિર કિરણનો કલશોર,
તારલે મઢી સુજની શ્યામલ
ઓઢતી રે અંગોર;
અરવ લાગે છોળ, જાણે મન બોલતું ઓરે આવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.

ક્યાંકથી રે કોઈ ઉછળી
ઘેરાં ગહને ડૂબે મીન,
આવરતાં અંધારનું ધીમું
રણકી રહે બીન;
લયમાં એવાં લીન, -હિલોળે ખેલવું ન ભૂલ્યો હાવ,
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.

જેમ રે અજાણ ઊઘડે
કમલ ફૂલનાં દલે દલ,
તેમ રે હોડી, હંસની ચાલે
ચાલતી અચંચલ;
ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.