શાંત કોલાહલ/૩ બોલ: Difference between revisions
Jump to navigation
Jump to search
૩ બોલ
(formatting corrected.) |
No edit summary |
||
Line 10: | Line 10: | ||
:::ન ભાંગે સાવ રે સૂકું પાન, | :::ન ભાંગે સાવ રે સૂકું પાન, | ||
વાયરાનો બોલ સાંભળે એવા | વાયરાનો બોલ સાંભળે એવા | ||
::: | :::::સરવા જો’યે કાન; | ||
સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું. | સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું. | ||
Latest revision as of 01:07, 16 April 2023
વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.
બોલની હારે પાયલિયું રણકારે એને
માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું.
હળવી જો’યે ચાલ-
ન ભાંગે સાવ રે સૂકું પાન,
વાયરાનો બોલ સાંભળે એવા
સરવા જો’યે કાન;
સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું.
ભમરીને મધ ફૂલનું ,
હાથી હરણને ખડ ખેરુ,
ભોરિંગને ભલું મેડક, ને
ન્હોરવાળાંને છાગ વછેરું;
ભરેલ પેટનો ભય ન, ભૂખ્યો હોય તો ભૂંડો ભાલુ.
તારલિયાનાં તેજ ને
વ્હેતાં વાંચીએ ઝરણપાણી,
આછે ય તે અણસાર
ઝાઝેરી વણબોલાયલ વાણી;
રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.