દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૩. માનો ગુણ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૩. માનો ગુણ|ભુજંગી છંદ}} <poem> હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો; મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ મા તું. સુકામાં સુવાડે ભીને પોઢી પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 53: | Line 53: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૦૨. પાણી પહેલાં ચણીએ પાળ | ||
|next = | |next = ૧૦૪. પિતાની સેવા | ||
}} | }} |
Latest revision as of 07:56, 23 April 2023
ભુજંગી છંદ
હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો;
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પડે તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
લઈ છાતી સાથે બચી કોણ લેતું,
તજી તાજું ખાજું મને કોણ દેતું;
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પુર પાણી;
પછી કોણ પોતાતણું દૂધ પાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
મને કોણ કેતું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ પાપે મળે જેથી મુક્તિ;
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
તથા આજ તારૂં હજી હેત તેવું,
જળે માછલીનું જડ્યું હેત જેવું;
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે એ બધું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે દેવના દેવ આનંદ દાતા,
મને ગુણ જેવો કરે મારી માતા;
સમો વાળવા જોગ દેજે સદા તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
શિખે સાંભળે આટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્યપાઠે;
રીઝી દેવ રાખે સુખી ગર્વ ઠામે;
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.