અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/તલાશ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> છોગાં ફરકાવતા અવસરના અસવારોએ, ઉડાડેલી ખેપટ, ભરચક કોઠાર પર ભમતા ધ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|તલાશ|ભાનુપ્રસાદ પંડ્યા}} | |||
<poem> | <poem> | ||
છોગાં ફરકાવતા | છોગાં ફરકાવતા |
Revision as of 09:56, 12 July 2021
તલાશ
ભાનુપ્રસાદ પંડ્યા
છોગાં ફરકાવતા
અવસરના અસવારોએ,
ઉડાડેલી ખેપટ,
ભરચક કોઠાર પર ભમતા
ધનેરુંની વૈભવ ગતિમાં
રહેલું સ્વામિત્વ
સાપની કાચળીમાં
થીજેલા ફુત્કારી રોમાંચ,
મિત્ર મિલનવેળા
બે હથેળીઓ વચ્ચે રહી ગયેલું
પોલાણ,
સ્નેહી બની જવાનો
ક્યાંક શિષ્ટાચાર કરેલો
મરણિયો ઉચ્ચારણિયો પ્રયાસ,
શ્વાસોની સળીઓ વચ્ચે
સેવાતાં આકાંક્ષાઓના ઇંડા
અને કોઈ મિષ્ટ ફળમાં
સળવળતી કોતરતી
ઇયળપણાની સલામતીની
આસપાસ રઝળે છે ક્યાંક
મારા સુખની તલાશ.