રચનાવલી/૧૪૩: Difference between revisions

+ Audio
No edit summary
(+ Audio)
 
Line 3: Line 3:
{{Heading|૧૪૩. ગીતગોવિન્દ (જયદેવ) |}}
{{Heading|૧૪૩. ગીતગોવિન્દ (જયદેવ) |}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/b/b1/Rachanavali_143.mp3
}}
<br>
૧૪૩. ગીતગોવિન્દ (જયદેવ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ પ્રશ્ન કરે કે સંસ્કૃત સાહિત્યની સુન્દરતા કોઈ એક સ્થાને જોવી હોય તો કયાં જોવી? તો, એનો જવાબ કાલિદાસનું નાટક ‘શાકુન્તલ’ કે એનું મહાકાવ્ય ‘કુમારસંભવ' હોઈ શકે. કોઈ પ્રશ્ન કરે કે સઘનતા કોઈ એક સ્થાને ક્યાં જોવી, તો એનો જવાબ બાણની ‘કાદંબરી' હોઈ શકે. કોઈ પ્રશ્ન કરે કે સરલતા કોઈ એકસ્થાને ક્યાં જોવી? તો, એનો જવાબ ‘ભગવદ્ગીતા' હોઈ શકે. બરાબર એ જ રીતે કોઈ પ્રશ્ન કરે કે મધુરતા કોઈ એક સ્થાને કાં જોવી, તો એનો જવાબ કવિ જયદેવનું ‘ગીતગોવિન્દ’ હોઈ શકે. સંસ્કૃત સાહિત્યમાં પ્રાચીન રચનાઓમાં છેલ્લું અને અર્વાચીન રચનાઓમાં પહેલું ગણાયેલું ‘ગીતગોવિન્દ’ કૃષ્ણ અને રાધાને બહાને મનુષ્યની પાંચે ઇન્દ્રિયોને ઉત્સવ આપતું કાવ્યગાન છે. ગુજરાતીમાં કેશવ હર્ષદ ધ્રુવનો અનુવાદ જાણીતો છે. રાજેન્દ્ર શાહનો અનુવાદ પણ ધ્યાન ખેંચે છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તાજેતરમાં રાજેન્દ્ર શાહના અનુવાદની બીજી આવૃત્તિ બહાર પાડી છે.  