યાત્રા/એક પંખણી: Difference between revisions
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|એક પંખણી|}} | {{Heading|એક પંખણી|}} | ||
<poem> | {{block center| <poem> | ||
{{space}}કે એક મેં તો ભાળી ભાળી, | {{space}}કે એક મેં તો ભાળી ભાળી, | ||
{{space}} એક તેજોની પંખણી નિરાળી, | {{space}}એક તેજોની પંખણી નિરાળી, | ||
{{ | {{gap|8em}}કે એક મેં તોo | ||
ઘેરાં તિમિર ઢળ્યાં ક્ષિતિજોને ઠેકતી, | ઘેરાં તિમિર ઢળ્યાં ક્ષિતિજોને ઠેકતી, | ||
Line 11: | Line 11: | ||
ગગનને ટોડલે ટોડલે ટહુકતી, | ગગનને ટોડલે ટોડલે ટહુકતી, | ||
{{space}} ઝબકી કો વીજળી કરાળી. | {{space}} ઝબકી કો વીજળી કરાળી. | ||
{{ | {{gap|8em}}કે એક મેં તોo | ||
આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી | આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી | ||
Line 17: | Line 17: | ||
ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા | ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા | ||
{{space}} પંજે ઉપાડી ઘૂમનારી. | {{space}} પંજે ઉપાડી ઘૂમનારી. | ||
{{ | {{gap|8em}}કે એક મેં તોo | ||
ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં, | ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં, | ||
Line 23: | Line 23: | ||
સૂરજતારાનાં એણે તગમગતાં તેજને, | સૂરજતારાનાં એણે તગમગતાં તેજને, | ||
{{space}} લીધાં આંખોમાં ઉતારી. | {{space}} લીધાં આંખોમાં ઉતારી. | ||
{{ | {{gap|8em}}કે એક મેં તોo | ||
આવી આવી રે મારે ધરતીમિનારે એણે | આવી આવી રે મારે ધરતીમિનારે એણે | ||
Line 29: | Line 29: | ||
મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા, | મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા, | ||
{{space}} રજકણ શું ગોઠડી ઉકેલી. | {{space}} રજકણ શું ગોઠડી ઉકેલી. | ||
{{ | {{gap|8em}}કે એક મેં તોo | ||
જુગના જામેલ જડ ડુંગરના ડુંગરા | જુગના જામેલ જડ ડુંગરના ડુંગરા | ||
Line 35: | Line 35: | ||
કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે | કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે | ||
{{space}} અણદીઠની મોહિની લગાડી. | {{space}} અણદીઠની મોહિની લગાડી. | ||
{{ | {{gap|8em}}કે એક મેં તોo | ||
આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે | આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે | ||
Line 43: | Line 43: | ||
{{space}} કે એક મેં તો ભાળી ભાળી, | {{space}} કે એક મેં તો ભાળી ભાળી, | ||
{{space}} એક તેજોની પંખાણી નિરાળી. | {{space}} એક તેજોની પંખાણી નિરાળી. | ||
{{ | {{gap|8em}}કે એક મેં તોo | ||
<small> {{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 03:25, 20 May 2023
કે એક મેં તો ભાળી ભાળી,
એક તેજોની પંખણી નિરાળી,
કે એક મેં તોo
ઘેરાં તિમિર ઢળ્યાં ક્ષિતિજોને ઠેકતી,
આવી કો પવનપંખાળી,
ગગનને ટોડલે ટોડલે ટહુકતી,
ઝબકી કો વીજળી કરાળી.
કે એક મેં તોo
આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી
આવી પ્રચંડ ચુગનારી,
ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા
પંજે ઉપાડી ઘૂમનારી.
કે એક મેં તોo
ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં,
આ સાગરના લોઢ દીધા ઠારી,
સૂરજતારાનાં એણે તગમગતાં તેજને,
લીધાં આંખોમાં ઉતારી.
કે એક મેં તોo
આવી આવી રે મારે ધરતીમિનારે એણે
પાંખોની આગને સંકેલી,
મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા,
રજકણ શું ગોઠડી ઉકેલી.
કે એક મેં તોo
જુગના જામેલ જડ ડુંગરના ડુંગરા
ચપટીમાં નાખ્યા ઉખાડી,
કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે
અણદીઠની મોહિની લગાડી.
કે એક મેં તોo
આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે
આપી કો સોડને હુંફાળી,
અણુએ અણુએ એણે સીચ્યાં અમરત કંઈ,
જ્યોતુંની ક્યારીઓ ઉગાડી.
કે એક મેં તો ભાળી ભાળી,
એક તેજોની પંખાણી નિરાળી.
કે એક મેં તોo
એપ્રિલ, ૧૯૪૩