યાત્રા/બાજો વિજય દદામાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(formatting corrected.) |
No edit summary |
||
Line 27: | Line 27: | ||
< | <small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૫}} </small> | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 01:32, 21 May 2023
બાજો વિજય દદામાં
બાજો વિજય દદામાં!
હે હો, બાજો વિજય દદામાં!
આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ સરપ જુઠાણાં તણો ચીરી અબ નાખ્યો!
આ દેવગણોનો અમર સોમરસ
પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
હે, બાજો વિજય દદામાં, હે હોo
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
આ જીવનભક્ષક જમ્મ તણાં ડગ
દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
હે, બાજો વિજય દદામાં, હે હોo
આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
કો ન અવર અમ પાખે!
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
અધિક અધિક રસ દાખે!
હે, બાજો વિજય દદામાં, હે હોo
સપ્ટેમ્બર, ૧૯૪૫