બારી બહાર/૧૮. ગમે: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૮. ગમે
(+1) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
<br> | <br> | ||
<center><big><big>''' | <center><big><big>'''૧૮. ગમે'''</big></big></center> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
બને પ્રિય મને બધું, જીવનમાં ચહું એ ઘડી : | બને પ્રિય મને બધું, જીવનમાં ચહું એ ઘડી : | ||
કરાલ નગરાજ ને મૃદુલ પુષ્પની પાંખડી; | કરાલ નગરાજ ને મૃદુલ પુષ્પની પાંખડી; |
Latest revision as of 04:40, 19 September 2023
બને પ્રિય મને બધું, જીવનમાં ચહું એ ઘડી :
કરાલ નગરાજ ને મૃદુલ પુષ્પની પાંખડી;
ગમે સકલ વાસ્તવિક, સ્વપનાં ય સર્વે મને;
સપાટી પરનાં તુફાન, તળિયાની શાંતિ ગમે.
ગમે નયનનીર ને સ્મિત તણી ગમે દીવડી;
વિશાળ રણશુષ્કતા, ધરણી ધાનના વર્ણની;
ગમે સરલ પંથ ને ભટકવું ય વ્હાલું બને;
ગમે તિમિર, તેજ, ને પ્રલયસર્જનો સૌ મને.
અનંત તુજ કાળમાં નહિ ક્યહીં ય એવી ઘડી,
રહું સકલ સાથ, જે સમય, ઉરને ભેળવી ?