You Can Heal Your Life: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૩જા મુદ્દા સુધી પૂર્ણ)
 
No edit summary
Line 11: Line 11:
{{BookCover
{{BookCover
|cover_image = File:You Can Heal Your Life-title.jpg
|cover_image = File:You Can Heal Your Life-title.jpg
|title =  Sapiens: You Can Heal Your Life
|title =  You Can Heal Your Life
<center>
<center>
Louise Hay<br>
Louise Hay<br>

Revision as of 02:47, 7 November 2023

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


You Can Heal Your Life-title.jpg


You Can Heal Your Life

Louise Hay


A classic of self-realization with practical and spiritual advice for emotional and physical problems.

તમારું જીવન-સ્વાસ્થ્ય, તમારા હાથમાં


શ્રીમતી લુઈસ હે



શારીરિક અને સાંવેગિક સમસ્યાઓ માટે વ્યવહારુ આધ્યાત્મિક માર્ગદર્શન સાથે સ્વાનુભૂતિનું ઉત્તમ પુસ્તક


ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર (૫ કરોડ પ્રત વેચાઈ)


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખિકા પરિચય:

Yuval Noah Harari-2.jpg

લુઈસ હે (૧૯૨૬-૨૦૧૭)એક સુખ્યાત સેલ્ફ-હેલ્પ લેખિકા અને મોટીવેશનલ સ્પીકર હતાં. કેલીફોર્નીયાના લોસ એંજલસમાં જન્મેલાં હે ને બાળપણમાં ઘણી મુશ્કેલી ને પડકારો આવ્યાં, અને પછી ૫૦ની ઉંમરે કેન્સરગ્રસ્ત થયાં. આ બધા અનુભવોએ તેમને માનસિક-સાંવેગિક સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તી વચ્ચેના ઊંડા આંતરસંબંધ શોધવા, સમજવા પ્રેર્યાં.

તેઓ પ્રેરણાદાયી વક્તા, લેખિકા અને પ્રકાશક હોઈ New Thought અને Religious Science ચળવળ જોડે સંકળાયેલાં હતાં. તેમણે મહર્ષિ મહેશ યોગી જોડે પણ આ ક્ષેત્રે અને કાર્ય કર્યું છે. સર્વાઈકલ કેન્સરના નિદાન પછી, તેઓ મનના વિજ્ઞાન અને આધ્યાત્મિક શુદ્ધિ-પ્રક્રિયા તરફ આગળ વધ્યાં, વાંચ્યું, ચિંતન કર્યું, લખ્યું, મોટીવેશનલ ગુરુ બની રહ્યાં.

પોઝીટીવ એફરમેશન્સ અને સેલ્ફ હીલીંગના ક્ષેત્રે એમની કામગીરી-લેખન-પ્રકાશન-વક્તવ્યે એમને વ્યાપક પ્રસિદ્ધિ અને પ્રશંસા અપાવ્યાં. તેમણે Hay House નામની પ્રકાશન સંસ્થા સ્થાપી છે, જે સ્વ-વિકાસ, જીવન-વિકાસના સાહિત્યનું પ્રકાશન કરે છે. એમનાં પુસ્તકો અને ઉપદેશોએ અસંખ્ય લોકોને સ્વ-જીવન-નિયંત્રણ, વિપત્તિ-વિજય, સ્વ-સ્નેહ અને સ્વ-સ્વીકારની પ્રેરણા આપી છે. તેઓની હયાતી બાદ પણ, તેમનું કામ, તેમનો વિચાર-વારસો લોકોને સ્વસ્થ રહેવા અને જીવનપરિવર્તન કરવા શક્તિમાન કરતો રહે છે.

વિષય પ્રવેશ :

૧૯૮૪માં પ્રકાશિત આ પુસ્તક You can Heal your Lifeસ્વાનુભૂતિ અને હીલીંગ-સ્વાસ્થ્ય સુધારની પ્રશિષ્ટ કૃતિ જેવું છે. ૩૯ મીલીયનથી પણ વધુ નકલોનો ફેલાવો ધરાવતું આ વાચન, જીવનને કાયમને માટે બદલી નાખનાર આધ્યાત્મિક અને વ્યવહારુ માર્ગદર્શન તમને સાંવેગિક અને શારીરિક સમસ્યાઓ દૂર કરવામાં સહાયક બની શકે તેમ છે.

પ્રસ્તાવના :

(ત)મારા લાભની વાત : પોઝીટીવ થીંકીંગના પરિવર્તનક્ષમ ફાયદાઓ મેળવો...

આજકાલ સૌથી વધુ વેચાતાં ને વંચાતાં Self help Booksમાં આગવી ભાત પાડનારું અને સમગ્ર દુનિયામાં લાખો લોકોના જીવનને સ્પર્શનારું આ પ્રેરણાત્મક અને જીવન પરિવર્તક પુસ્તક. આપણાં વિચારો, લાગણીઓ અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેના ઊંડા ને મૂળભૂત આંતર સંબંધોને સમજાવનારું કાલાતીત સર્જન/માર્ગદર્શન છે. લુઈસ હેની માન્યતા છે કે આપણી વિચારતરાહોને બદલીને, આત્મરતિ અને ક્ષમાભાવનાને સંગોપીને આપણે શારીરિક અને સાંવેગિક પીડાઓની પાર જઈ શકીએ, સ્વ-વિકાસ સાધી શકીએ અને વધુ સુખી, સંતોષપ્રદ જીવન જીવી શકીએ.. આનો રોડમેપ દોરી આપીને સ્વાસ્થ્યસુધાર, વ્યક્તિગત સશક્તિકરણ અને આત્મખોજ જેવી મંઝિલનાં દર્શન કરી શકીએ.

આવું એ જ કરી શકે, જેને આમાંથી પસાર થવાનું બન્યું હોય. લુઈસ હેને જયારે સર્વાઈકલ કેન્સર થયાનું નિદાન થયું ત્યારે તેણે માન્યું કે લાંબા સમયની શારીરિક-માનસિક યાતનાઓનું જ એ પરિણામ છે. આથી એક વિચારશીલ વ્યક્તિ તરીકે તેમણે રોગના મૂળ સુધી જવાની કોશિશ કરી-નેચરોપથી અને હોલીસ્ટીક ઉપચારોનો માર્ગ પસંદ કર્યો, અને એના ઉપર ડગ માંડતાં પોતાની જાતને ચાહવી કઈ રીતે અને સ્વાસ્થ્ય જાતે કેવી રીતે પુનઃપ્રાપ્ત કરવું તે શીખવા માંડ્યું. તેમને લાગ્યું કે આપણા મન અને પોતાના વિશેની આપણે લાંબા સમયથી ધારી લીધેલી માન્યતાઓ એ જ આપણી બધી મનોદૈહિક બીમારીઓનું મૂળ છે. તેથી આપણે આપણા મનના ઘાટ બદલીએ. વિચાર-તરાહો બદલીએ તો ઉપરોક્ત સમસ્યાઓનું સમાધાન જરૂર થઈ શકે.

આ પુસ્તકનાં પ્રકરણો, લેખિકાની આ માનસ-પરિવર્તન પ્રવિધિમાં ડોકિયું કરાવશે, તમને તેનાં વ્યાવહારિક સાધનો બતાવીને તેનો ઉપયોગ કેમ કરવો તેનાં તાલીમ અને પ્રેરણા આપી જીવન-સ્વાસ્થ્યના માર્ગે અગ્રેસર કરશે.

તો આવો, આ પ્રકરણો ઉપર નજર ઠેરવીએ :

  • આપણા મન મંદિરની સફાઈ કેવી રીતે કરીશું?
  • આપણા અતીત સાથે દોસ્તી/ભૂતકાળ સાથે ભાઈચારો કેવી રીતે કેળવીશું?
  • આપણા વિચારોના ઘોડા ઉપર લગામ કેવી રીતે લગાવીશું?

ચાવીરૂપ ખ્યાલો :

(૧)‘જેવા વિચાર કરીએ, તેવા આપણે હોઈએ/થઈએ’

લુઈસ હેની પરિવર્તનક્ષમ સેલ્ફ હીલીંગ મેથડનું પહેલું પગથિયું છે—‘તમારા જીવનની દરેક વસ્તુ માટે તમે પોતે જ જવાબદાર છો’ (અન્ય કોઈ નહીં) આ બાબત સમજીને સ્વીકારવી. પણ એનો અર્થ એ નથી કે તમારી ગાડીને રસ્તામાં પંચર પડે તે પણ તમારી જ જવાબદારી છે.પણ આવું બને ત્યારે તમે એને કઈ રીતે મન ઉપર લો છો અને પ્રતિક્રિયા આપો છો તે અગત્યનું છે અને એ તમારા કાબૂમાં છે. ત્યારે તમને થાય કે—‘અરે..રે..પંચર થઈ ગયું? મારી સાથે જ કેમ હંમેશા આવું થાય છે? આ ખીલાને મારી કારના ટાયરમાં જ ઘૂસવાનું મળ્યું? મારું બદનસીબ જ બીજું શું?’ આવો self-pityનો વિચાર જ તમને ત્યારે ઘડતો હોય છે. પ્રેમલ મહારાજનું ભજન છે—

{

‘જેવા વિચાર કરશો, તેવા તમે થવાના
દિલના વિચાર નક્કી જીવન બની જવાના.’

એક વાત પાક્કી સમજી લઈએ કે વિશ્વનિયંતા, પરમાત્મા કે સૃષ્ટિનો સર્વશક્તિમાન સંચાલક-તમે જે નામ આપો તે, અને તે જ્યાં હોય ત્યાં-તમારી ભીતર કે આકાશમાં યા મંદિરમાં-તમારી પડખે જ છે, તમારે જે કંઈ કરવું છે, જેવા બનવું છે તે બધામાં એ તમને મદદ કરવા તત્પર જ છે. તમને એનો સદાયે સાથ છે.અને બીજું, એ જયારે તમને મદદ કરે છે, ઉગારવાને હાથ લંબાવે છે ત્યારે તમને જજ કરતો નથી કે તમે ખરાબ છો, સારા છો, લાયક છો કે નહિ વગેરે.બસ, તમે હાક મારો અને એ હાજર જ હોય ! આ વિશ્વનિયંતા શક્તિ ઉપરનો દૃઢ વિશ્વાસ એ જ બહુ મોટી ચીજ છે.

પણ આપણો પ્રશ્ન એ છે કે પરમાત્મા તો આપણને જજ નથી કરતા, પણ આપણે જ આપણા સતત પથદર્શક બની રહીએ છીએ.અને એ આપણા વિશેના આપણા જ વિચારો આપણા અવચેતન મનમાં આપણી નેગેટીવ સેલ્ફ ઈમેજ ઘડતા રહેતા હોય છે. જુઓ, આપણે આપણાપોતા વિશે આવું વિચારતા હોઈએ છીએ—‘હું કેવો મૂરખ છું, કેટલો બધો આળસુ છું, કેટલો ઊંચો છું કે ઠીંગણો છું.વગેરે પણ એમાં તમે એમ જ કહો ને કે –I am not good enough! મારી આટલી ખામી છે...

પણ ના, આમાં તમારો દોષ નથી. નાનપણમાં તમારા વડીલો, માબાપો, શિક્ષકો અજાણપણે પણ તમને આવું જ કહેતા આવ્યા હશે જે તમારા મનમાં જડાઈ-જકડાઈ ગયું છે. પછી જેમ જેમ તમે મોટા થતા ગયા તેમ તેમ તમારી ખામીભરી ઈમેજ વધુ દૃઢ થતી ગઈ-તમારા જ મનમાં ! અને એ પછી તમારા વિચાર-વર્તનમાં પ્રગટતી રહી. કારણ કે તમે જે વિચારો છો તે જ તમારા દ્વારા પ્રગટ થાય છે.

લેખિકાની હીલીંગ મેથડ ભૂતકાળ પ્રત્યેના તમારા વલણને બદલવાથી શરૂ થાય છે અને તેનો અમલ તમે ક્ષમાભાવનાથી કરી શકો. જેમણે તમારી લાગણીને ઠેસ પહોંચાડી હોય, મન-હૃદયને આઘાત આપ્યો હોય તેવા સૌને તમે માફ કરી દો અને હળવા થઈ જાવ. એમાં કદાચ માતાપિતાનો પણ સમાવેશ થતો હોય, તો તેમને કદી ભૂલશો નહિ. તેઓ તમને ખરાબ લાગતા હોય, તેમના પ્રતિ તમે ગુસ્સો, તિરસ્કાર ગમે તે ધરાવતા હો, પણ તેમને ક્ષમા કરી દો. ગુસ્સાનો, અણબનાવનો બોજ તમને પાછળ પાડશે. જયારે એ ખંખેરીને તમે આગળ ચાલશો તો સુખ-પ્રગતિની દિશામાં જશો.

(૨)તમારી જાતને ચાહવાનીજાત્રામાં પહેલો પડાવ છે- પોતાની સ્વનિયંત્રક માન્યતાઓની બેડીમાંથી મુક્તિ મેળવવી.

તમે બે ઘડી શાંતિથી બેસીને વિચારો કે અત્યારે તમારા જીવનમાં કઈ સમસ્યાઓ છે? તમને હાલમાં કઈ પરેશાની છે? કદાચ કમર કે પીઠદર્દ યા શિરદર્દ હોઈ શકે. અથવા તો જોબ નથી, પૂરતી આવક નથી, કલાકાર છો ખરા પણ તેની કોઈને કદર નથી, કે પછી કુંવારા છો ને યોગ્ય પાત્ર જીવનસાથી મળી નથી રહ્યું...વગેરે,વગેરે...જે કોઈ પ્રોબ્લેમ છે તેને ઉકેલવાની શરુઆત તમારા પોતાનાથી જ કરો. મુખ્ય પ્રશ્ન ઉપર તમારી તમામ ઊર્જા કેંદ્રિત કરો..તો તમે જોશો કે બધી બીજી સમસ્યાઓની જનની છે—‘તમે તમારી જાતને, સ્વને ચાહતા નથી.’

પણ મિત્રો, ‘સ્વને ચાહવું, પોતાને જ પ્રેમ કરવો’ એ બોલવા કરતાં કરી જોવું કપરું છે, હો ! તો પછી બોલો, ક્યાંથી અને કેવી રીતે શરૂઆત કરીએ?

અહીં ચાવીરૂપ સંદેશ છે કે –પોતાની જાતને ચાહવાની શરૂઆત કરવી હોય તો પોતાની સ્વનિયંત્રક માન્યતાઓમાંથી છૂટવું.

એવું બનવા જોગ છે કે તમારી પાસે તમારાં ‘કરવા જેવાં’ કામોની યાદી હશે, અથવા તમારે કેવા બનવું જોઈએ તેની પણ યાદી હશે—જેમ કે મારે સખત મહેનત કરવી જોઈએ, મજબૂત-મક્કમ બનવું જોઈએ, મારે મારું જીવન શિસ્તબદ્ધ, નિયમબદ્ધ બનાવવું જોઈએ, ફરિયાદો ન કર્યા કરવી જોઈએ....વગેરે વગેરે....પણ તમે જરા સમજો કે તમે જયારે આવું કહો છો-‘મારે આમ આમ કરવું જ જોઈએ’-ત્યારે વાસ્તવમાં તમે વસ્તુ અત્યાર સુધી કરતા નહોતા, એટલે કે તે ન કરવા માટે તમે ખોટા હતા અને તમને આટલી વસ્તુ સૌથી પહેલાં કરી લો એવું તો કોઈ કહેતું જ નથી !

કદાચ તમારે એવું પૂછવાની જરૂર છે કે હું શું ‘કરી શક્યો હોત?’ કારણ કે ‘કરી શક્યો હોત’ (could) (પણ કર્યું નથી) એ જાદુઈ શબ્દ છે- એ શક્યતાઓ/સંભાવનાઓની બારી ખોલી આપે છે. તો પછી તમારે તમારી જાતને પૂછવા જેવો પ્રશ્ન એ છે કે– ‘આ બધું હું કરી શક્યો હોત, તો મેં કેમ ન કર્યું? કઈ અડચણ હતી?’

એનો શક્ય જવાબ કદાચ તમે તમારી જાતને ચાહતા નહોતા એવી શક્યતા સાથે સંકળાયેલો છે. દા.ત. તમે ઘણી વાર તમારી જાતની ટીકા કરી છે? ડ્રગ્સ અને દારુથી તમારા શરીરનો ગેરઉપયોગ કર્યો છે? તમારી ક્ષમતાઓને ઓછી આંકી છે. તમે સતત એકલા રહ્યા છો કે પછી એક પછી બીજા એવા કડવા સંબંધોમાં ફસાયા છો. તમારામાં લાહડિયાપણું, કામને ટાળવાની દાનત છે—આ બધી ટેવો નુકસાનકારક ને કષ્ટદાયક તો કદાચ તમને લાગશે, પરંતુ એ બધાં કાર્યો/વિચારણાઓતમારામાં સ્વ-મૂલ્ય(self-worth)ની કમીને વધારનારા છે, એટલે કે તમારા અવચેતન મનના સ્તરે તમને એવું ઠસાવે છે કે-તમને આનાથી વધુ સારું મળે એવી તમારી યોગ્યતા જ નહોતી. તમે આ જ લાગના હતા.

આમ, તમારાં કાર્યોને તપાસવાનું મૂલવવાનું જરા કઠણ તો લાગે, પણ તે ખૂબ અગત્યનું તો છે જ...આપણાં ભૂતકાળનાં કે હાલનાં કાર્યોની મૂલવણી એ માત્ર પ્રાયશ્ચિત કે પસ્તાવો કરવા માટે નથી, પણ એ એક જાતની મનોસફાઈ છે, આપણા મનમંદિરની ઝાપટ-ઝૂપટ છે, જેમ તમે ઘરના રૂમને સાફ કરો છો, ઝાડુ મારો છો તમે તમારા મનના સ્મૃતિકક્ષમાંજાવ અને તમને સુખ આપનારી સપાટી ઉપર જે નકારાત્મક ધૂળજામી છે તેને સાફ કરો, તમને જે પીડાજનક લાગતું હોય તેને પુનઃ તપાસો અને તમને જે કામનું ન હોય, વ્યર્થ બોજરૂપ કચરો હોય તેને કાઢીને ફેંકી દો,એને ફરી ફરીને સરખો કરીને રાખી મૂકવાની જરૂર જ નથી...આ મનોવ્યાયામનો ખાસ ફાયદો એ થશે કે તમારી જે બધી સ્વનિયંત્રક માન્યતાઓ હતી તેનાથી પરિચિત થવામાં મદદ મળશે.

હવે, જ્યારે આ ભૂતકાળની ધૂળ ઝાપટી લીધાં બાદ, પાછા વર્તમાનમાં આવવાનો સમય છે, કારણ કે વર્તમાન જ તમારા હાથમાં છે, તો પછી ભૂતકાળને ફરી ફરી સજીવન કરી તેમાં જીવવામાં સમય શું કામ બગાડવો? જો તમે વર્તમાનમાં તમારા વિચારોનું નિયંત્રણ શીખ્યા છો તો તેની જ પ્રેક્ટીસ શરૂ કરો...

(૩) તમારી સર્વશક્તિ વર્તમાન ક્ષણમાં સમાયેલી છે, અને તમારો પ્રત્યેક વિચાર તમારા વાસ્તવનું સર્જન કરે છે.

તમે ક્યારેક એકાદ દિવસ જાગીને બહાર ગરજતાં-તોફાની વાદળ જોઈને વિચાર્યું છે કે –‘ઉહ, કેવો ભયાનક દિવસ છે આજે!’ જો આમ વિચાર્યું હોય તો એકાદ પળ થોભો અને એ તમારા ઉદ્ગાર વિશે પુનઃવિચાર કરો. વાદળ ગાજે એમાં એ દિવસ કેવી રીતે ભયાનક થઈ ગયો? વાસ્તવિકતા તો એ છે કે એ તો વરસાદી દિન એવો જ હોયને? ભીનો ભીનો ને વાદળ છાયો...પણ તમે જે ‘સારા દિવસ’ની અપેક્ષા કે કલ્પના સેવો છો તે આજે નથી, એટલે દિવસ પ્રત્યે નેગેટીવ વલણ તમે વિચારી લીધું. જોયું ને? તમારી વર્તમાન વિચારશક્તિએ એક નકારાત્મક વાસ્તવનું સર્જન કરી લીધું.

સદ્ભાગ્યે, તમારા વિચારોને તમે બદલી પણ શકો છો... તો ચાલો, તમે કેવા કેવા નકારાત્મક વિચારો લઈને ફરી રહ્યા છો તેની યાદી કરીએ, તેને તપાસીએ-કદાચ તમે એકાકી છો, અટૂલા છો. અથવા બીજો વિચાર એવો કરો કે માત્ર મારા ફેમીલી જીનેટીક્ષને લીધે જ મારી તબિયત નબળી છે, બાંધો મજબૂત નથી. અથવા તમે હંમેશની જેમ ઉદાસ-નિરાશવદન રહ્યા કરો છો-પણ આ તો બધી વિચાર તરાહો જ છે. અને હવે તમારે એને બદલવાની છે...હા, પાછું એને બદલવાની તમારી ઈચ્છાશક્તિ તો હોવી જ જોઈએ. નિરાશામાં ઘૂંટાયા કરવાને બદલે કે બીજા ઉપર ખીજાયા કરવા કરતાં તમારે હવે એ સમજવાનું ને સ્વીકારવાનું છે કે મારા જીવનમાં પરિવર્તન લાવવાનો એક માત્ર માર્ગ મારા વિચારને વર્તનમાં બદલાવ લાવવાનો છે. આ બાબતને ઘણા લોકો જડતાપૂર્વક લે છે, પરંતુ તમારી જૂની માન્યતાઓને તમે જેટલી વધુ મજબૂતીથી પકડી રાખશો તો પણ તમને છોડશે નહિ. આથી તેને જવા જ દેવી, છોડવી એ જ અગત્યનું છે.

આ માટેની પ્રક્રિયા શરૂ કરવા આટલું કરો : ‘હું બદલાવા માટે તૈયાર છું’ આ વાક્ય વારંવાર મનમાં બોલ્યા કરો, એમ કરતી વખતે જો મોટેથી બોલવું હોય તો તમારા ગળાને સ્પર્શીને બોલો, કારણ કે ગળું એક મહત્વનું શક્તિ કેન્દ્ર છે. હજી વધુ આગળ જઈએ. એક દર્પણની સામે જાવ અને તમે જ તમારી આંખોમાં જુઓ અને ગળે હાથ મૂકીને બોલો-I am willing to change…કેવું લાગે છે? ખંચકાટ થાય છે? અસુખ થાય છે? ઉત્તેજના કે ડર અનુભવાય છે? જે કાંઈ તમારી લાગણી થાય તેને કોઈ પ્રતિભાવ ન આપો. માત્ર એ શાથી થાય છે તે જ ધ્યાન રાખો...આવી ઈમોશનલ રીકવરી કરવી હોય ત્યારે આ દર્પણ પ્રવિધિ બહુ સશક્ત સાધન સાબિત થાય છે, કારણ કે એ તમારી ઈચ્છાશક્તિનું પુનરાવર્તન કરે છે અને તમારા વિશેના તમે જ સેવેલા નકારાત્મક વિચારો-વલણોનું પરાવર્તન કરે છે-પછી તે તમારા ‘અપૂર્ણ શરીર’ વિશેના વિચાર હોય કે તેથીયે ખરાબ-તમે તમારી આંખોમાં તમને શરમનો ભાવ અનુભવાતો હોય...આમ તમારી જાતનો તમારે દર્પણમાં સામનો કરવાનો અને પોઝીટીવ મેસેજ પાઠવવાનો એ વીરતાનું કામ છે. તો બોલો વીર વાચકો, તૈયાર છો? જયારે પણ અરીસા પાસે આવો ત્યારે તમારા વિશે કંઈક ને કંઈક પોઝીટીવ કહેવાનો-બોલવાનો પ્રયોગ કરી જુઓ.

અંતે, યાદ રહે કે, હમણાં તમે બદલાવા તૈયાર તો થયા છો, પણ ઘણીવાર એવું બને કે હજી તમારી માનસિક તૈયારી પૂરેપૂરી ન પણ હોય...ત્યારે એવી પ્રતિકારની ક્ષણને પકડો, જોતા રહો, કારણ કે તે ગુપ્તવેશે આવેલી વિકાસની તકો છે...


૪. કૃષિ ક્રાંતિ દરમિયાન, માનવો શિકારીઓમાંથી ખેડૂતો બન્યા, જેનાથી તેમનો તેજીથી વસ્તી વધારો થયો.

આપણે હવે 4થી ઝલક જોઈશું, જેમાં કૃષિ ક્રાંતિની અને આપણે કેવી રીતે શિકારીઓમાંથી ખેડૂતો બન્યા તેની વાત છે. આપણા મોટાભાગના ઇતિહાસમાં, હોમો સેપિયન્સનું રખડું જીવન રહ્યું છે. આપણા બહુમતી પૂર્વજોએ શિકાર કરીને અને વનસ્પતિ એકઠી કરીને જીવન પસાર કર્યું હતું. જ્યાં આહાર પુષ્કળ હોય ત્યાં તેઓ જતાં હતાં. 12,000 વર્ષ આગાઉ, આ બધું બદલાઈ ગયું. આપણે જેને કૃષિ ક્રાંતિ કહીએ છીએ, તે સમયગાળા દરમિયાન જ હોમો સેપિયન્સે શિકાર કરવાનું અને સંઘરવાનું બંધ કર્યું હતું અને તેના બદલે ખેતી કરવાનું અને પશુઓ પાળવાનું શરુ કર્યું હતું. દશેક હજાર વર્ષની અંદર, લગભગ પૂરી માનવજાત ખેતી કરતી થઈ ગઈ હતી - એ એક અસલી ક્રાંતિકારી બદલાવ હતો. એ થોડો કોયડો પણ છે. આજે ભલે ખેતીને આપણે સામાન્ય ગણતા હોઈએ, પણ એ સમજવું થોડું અઘરું છે કે આપણા પૂર્વજોએ કેમ શિકારી-સંગ્રહખોરની જીવનશૈલી છોડીને ખેતીકામનું જીવન અપનાવ્યું હતું. એક કારણ તો શ્રમનું હતું. ખેતીમાં સમય ઘણો જાય છે અને એમાં હાડકાં તૂટે છે. એક શિકારી-સંગ્રહખોર જ્યાં ચાર કલાકમાં પૂરતો આહાર એકઠો કરી શકે છે, એક ખેડૂતને સવારથી લઈને સાંજ સુધી ખેતરોમાં કામ કરવું પડે. બીજો પ્રશ્ન આહારની ગુણવત્તાનો છે. શરૂઆતની ખેતીમાં આપણા પૂર્વજો મર્યાદિત પ્રકારનાં ધાન્ય મેળવતા હતાં, જેમ કે ઘઉં, જે પચવામાંય અઘરા હતાં અને તેમાં પૌષ્ટિક તત્ત્વો તેમજ વિટામીન્સ બંનેની ગેરહાજરી હતી. હવે તેની સરખામણી વિવિધ પ્રકારનાં માંસ, સૂકા મેવા, ફળ અને માછલી, જે શિકારી-સંગ્રહખોરનો પ્રિય ખોરાક હતો. એટલે એવું તે શું થયું કે આપણે હલકી કોટિના ખોરાક માટે લાંબા કલાકો સુધી કામ કરતાં થયાં? બે કારણો છે. એક, કૃષિ તરફનો બદલાવ ધીમો અને ક્રમશ: હતો; પેઢી દર પેઢી એ બદલાવ જડ ઘાલતો ગયો, અને આપણને જયારે એ સમજાયું કે આ તો ઘણી માથાકૂટવાળું કામ છે, ત્યારે પાછા ફરવાનું મોડું થઇ ગયું હતું. બીજું, તેની અનેક ત્રુટીઓ હોવા છતાં, ખેતીનો સૌથી મોટો ફાયદો એ હતો કે એક ક્ષેત્રમાંથી ઘણો વધુ આહાર મળતો હતો. ખેડૂતો જમીનના એક નાનકડા ટુકડામાં મોટી સંખ્યામાં આહારયુક્ત છોડવાઓ ઉછેરી શકતા હતાં. આહારના પૂરવઠામાં વધારો થવાથી માનવ સમાજો મોટા પ્રમાણમાં વસ્તીને પોષણ આપવા સક્ષમ બન્યા. આના પરિણામે હોમો સેપિયન્સની વસ્તીનો વિસ્ફોટ થયો. કૃષિ ક્રાંતિના કારણે આપણે વધુને વધુ માણસોને, જો કે બદતર અવસ્થામાં, જીવતા રાખી શક્યા. વસ્તી વધારાએ પણ સમસ્યા ઊભી કરી. સંખ્યામાં આવેલા આવા ઊછાળાનો સમાજ કેવી રીતે સામનો કરે? આપણી સામે આજે પણ એ સંકટ છે, અને હવે પછી આપણે તે વિશે માહિતી મેળવીશું.

૫. મોટા સમુદાયોમાં વેપારને આસાન બનાવવા માટે, માણસોએ પૈસા અને લેખન પદ્ધતિની શોધ કરી.

કૃષિ ક્રાંતિ પહેલાંનું જીવન એકંદરે સાદું હતું. તમારી પાસે માંસ ઓછું હોય, તો તમે પાડોશીઓ પાસેથી માંગી શકતા હતાં. મોટાભાગે એ તમને મદદ કરતા કારણ કે તેમને પણ ભરોસો રહેતો કે ભવિષ્યમાં તેમને સમસ્યા આવશે તો તમારા તરફ હાથ લાંબો કરી શકશે. પરંતુ કૃષિનો વિકાસ થવાથી, એકબીજા પર ઉપકાર કરવાની ગોઠવણ સાટા પદ્ધતિમાં બદલાઈ ગઈ. કેમ? કારણ કે કૃષિમાં એટલી ક્ષમતા હતી કે તે આખા સમુદાય માટે પૂરતો આહાર પેદા કરતી હતી. આહારની શોધમાં ભટકવાની પળોજણમાંથી છૂટેલા અમુક માનવોએ લોહકામ અને વણાટકામ જેવા નવા વ્યવસાય વિકસાવ્યા. આહારના બદલામાં તેમણે ચાકૂ કે પાવડા જેવાં તૈયાર ઓજારો બીજા જરૂરતમંદ ખેડૂતોને આપવાનું શરુ કર્યું. જો કે, થોડા જ સમયમાં આ સાટા પદ્ધતિ પણ અપર્યાપ્ત સાબિત થઈ. માનવોનો વ્યાપાર કારોબાર વધ્યો એટલે એવા માણસોને શોધવાનું પણ અઘરું થવા લાગ્યું, જેને તમારો માલ જોઈતો હોય અને તમને એનો માલ જોઇતો હોય. દાખલા તરીકે, કોઈને ચાકૂ આપીને બદલામાં સુવ્વરનું માંસ લેવું હોય, અને પેલા પાસે પૂરતાં ચાકૂ હોય તો શું કરવાનું? અથવા ચાકૂ જોઈતું હોય, પણ તેની પાસે સુવ્વર ન હોય તો? કદાચ એ એવું વચન આપે કે તું મને અત્યારે ચાકૂ આપ, હું તને ભવિષ્યમાં માંસ આપીશ પણ તેની શી ખાતરી કે તે વચન પાળશે? આવી સમસ્યાઓના ઊકેલના ભાગરૂપે, ઈ.સ.પૂર્વે 3,000 વર્ષ પહેલાં, હોમો સેપિયન્સે લેખન પદ્ધતિ અને પૈસાની શોધ કરી હતી. આવું કરવાવાળા મેસોપોટેમિયાના સુમેરિયન લોકો પહેલા હત. અટપટા વ્યાપાર કારોબારની માહિતીને યાદ રાખવા માટે તેમણે માટીની તકતીઓ પર લેવડદેવડની નોંધ કરવાનું શરુ કર્યું હતું. તેના માટે તેઓ સરળ આર્થિક ચિન્હોનો ઉપયોગ કરતાં હતાં. એ જ સમયની આસપાસ, તેમણે જવના ધાન્યનો પૈસા તરીકે ઉપયોગ શરુ કર્યો હતો. મતલબ કે, સુવ્વરનો ઉછેર કરતો ખેડૂત સુવ્વરના બદલામાં જવ મેળવે અને એ જવ બીજા કોઈને આપીને તેને જે જરૂર હોય તે ચીજ મેળવે. અથવા તેણે જો ભવિષ્યમાં સુવ્વર આપવાનું વચન આપ્યું હોય, તો તમે તેને લખી રાખો.

૬. સામ્રાજ્યો અને ધર્મના ઉદયથી માનવો વૈશ્વિક એકીકરણ તરફ પ્રેરાયા.

આપણે હમણાં જોયું તે પ્રમાણે, લેખન અને પૈસાની શોધથી આર્થિક વ્યવહારો કરવાનું સરળ બન્યું અને આર્થિક છેતરપીંડી પણ અટકી. એનો અર્થ એવો પણ નથી કે અર્થતંત્રો સરળ અને સક્ષમ બની ગયાં. વાસ્તવમાં, સમાજો અને અર્થતંત્રો જેમ જેમ વિકસ્યાં, તેમ તેમ તેનું નિયંત્રણ અને નિયમન કરવાનું અઘરું થવા લાગ્યું. એટલે માનવ સમાજોએ શું કર્યું? તેમણે માણસોએ કેવી રીતે વ્યવહાર કરવો તે સૂચિત કરતા નિયમો બનાવ્યા, અને સત્તાની એવી વ્યવસ્થાઓ ઊભી કરી, જે સુનિશ્ચિત કરે કે માણસો એ નિયમોનું પાલન કરે. આ રીતે ચડતા-ઊતરતા દરજ્જાવાળા એવા સમાજો અસ્તિત્વમાં આવ્યા, જેમાં સૌથી ઉપર રાજા કે સમ્રાટ હોય, જે બીજા બધા પર શાસન કરે. આજકાલ આપણે ભૂતકાળની રાજાશાહીઓ અને સામ્રાજ્યોને ભલે આપખુદ અને ક્રૂર ગણતા હોઈએ, પણ એ યાદ રાખવું જરૂરી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિરતા લાવવામાં તેમની બહુ મોટી ભૂમિકા હતી. તેમણે એક અસરકારક વહીવટીતંત્ર ઊભું કર્યું હતું, જેણે નિયમો અને પ્રથાને એકરૂપ કર્યા હતાં. એક જ દાખલો લઈએ. ઈ.સ. 1776માં, 10 લાખ જેટલા નિવાસીઓ સાથે બેબીલોન દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. તેને સુચારુરૂપે ચલાવવા માટે અને એક સમાન વ્યવસ્થા પ્રદાન કરવા માટે, બેબીલોનિયન રાજા હમ્મુરાબીએ અમુક કાયદાઓ બહાર પાડ્યા હતાં, જે ‘હમ્મુરાબી સંહિતા’ તરીકે ઓળખાય છે. આ કાનૂની સંહિતાના માધ્યમથી આખા સામ્રાજ્યમાં લોકોને સમજણ આપવામાં આવી હતી કે શેની અનુમતિ છે અને શેની નથી. તેમાં ચોરી, હત્યા અને કરવેરા જેવા વિષયો આવરવામાં આવ્યા હતા. સામ્રાજ્યની સીમાઓમાં લોકો જ્યાં પણ અવરજવર કરે, તેમને એ ખબર જ હતી કે કયા કાયદા અને પ્રથાને અનુસરવું. કાયદાઓની ખબર હોય એનો અર્થ એ નથી કે તેનું પાલન પણ થતું હોય. કાયદાઓને લાગુ કરવા માટે સમ્રાટો અને રાજાઓ માટે જરૂરી હતું કે લોકો તેમની સત્તાને સ્વીકારે- અને તે કરવાનો શ્રેષ્ઠ રસ્તો ધર્મનો હતો. રાજા હમ્મુરાબીને આની બરાબર ખબર હતી, અને તેણે તેના શાસનને કાયદેસર પૂરવાર કરવા માટે ઘોષણા કરી કે મેસોપોટેમિયાની પ્રજા પર શાસન કરવા માટે ઈશ્વરે તેની નિયુક્તિ કરી છે. લોકો જો એવું માને કે તેમના શાસકની પસંદગી દિવ્ય શક્તિ દ્વારા થઈ છે, તો તેમનામાં સામ્રાજ્યવાદી શાસનની સ્વીકૃતિ વધુ હશે. અહીં આપણને ફરી એકવાર જોવા મળે છે કે સહિયારી મિથ 10 લાખ લોકોના સામ્રાજ્યને જોડી રાખવામાં કામ આવી હતી. સામ્રાજ્યોનો વિસ્તાર જેમ જેમ વધ્યો, તેમ તેમ તેમાં જે ધર્મોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તેનાં વ્યાપ અને શક્તિ બંને વધ્યાં. ક્યારેક જોર-જબરદસ્તીથી, ક્યારેક ઉત્તરોત્તર આત્મસાત કરવાની પ્રક્રિયાથી, સામ્રાજ્યવાદી શાસને વિભિન્ન વંશીય અને ધાર્મિક જૂથોને એક વિશાળ સંસ્કૃતિના વાડામાં પૂર્યાં.

૭. વૈજ્ઞાનિક ક્રાંતિએ માનવજાતને આધુનિક બનાવી અને નવી ટેક્નોલોજી એ, સામ્રાજ્યવાદ અને આર્થિક પ્રગતિનો રસ્તો ખોલ્યો

સોળમી અને સત્તરમી સદીમાં, માનવજાતિ મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ. સમગ્ર યુરોપમાં એક વૈજ્ઞાનિક ક્રાંતિ ફૂંકાઈ, અને પ્રગતિ માટે માત્ર ઈશ્વર પર નિર્ભર રહેવાને બદલે, માણસોએ એ વિચારવાનું શરુ કર્યું કે સમાજને જાતે જ બહેતર બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. સંશોધન, પ્રયોગો અને નિરીક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને લાગુ કરીને, લોકોએ દવા, ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જે વાંક્ષેત્રોમાં એવી નોંધપાત્ર છલાંગ લગાવી કે એ દરેક પ્રગતિ પછી સમાજ રહેવા માટે વધુ સારો બનતો ગયો. બાળ મૃત્યુદરનો દાખલો જ લો. ભૂતકાળમાં, સમાજના સૌથી ધનાઢ્ય સભ્યો માટે પણ બે કે ત્રણ બાળકો અકાળે મૃત્યુ પામવાનું સામાન્ય હતું. વિજ્ઞાનના કારણે આજકાલ, સૌના માટે શિશુ મૃત્યુદર પ્રત્યેક 1,000 લોકોમાંથી માત્ર એકનો છે. વિજ્ઞાનની શોધથી માત્ર માનવ સ્વાસ્થ્યને જ ફાયદો થયો એવું નથી, યુરોપીયન સરકારોને ઝડપથી ખ્યાલ આવી ગયો હતો કે અર્થતંત્રો માટે પણ તે ફાયદાકારક છે. રાજાઓ અને સમ્રાટોએ નવા વિચારો અને સંસાધનોને શોધવા માટે વૈજ્ઞાનિકો અને શોધકો પર નાણાંનો વરસાદ કર્યો. સોળમી સદીમાં, ક્રિસ્ટોફર કોલંબસની એટલાન્ટિક પારની બહુ જાણીતી યાત્રાએ, યુરોપીયનોના મનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનું મૂલ્ય જેટલું અંકિત કરી દીધું હતું, તેટલું બીજી કોઈ ઘટનાએ નથી કર્યું. તેના સંશોધનને ટેકો આપવાના બદલામાં રાજાને સોના અને ચાંદી જેવાં મૂલ્યવાન સંસાધનોથી ભરપૂર વિશાળ સામ્રાજ્ય મેળવ્યું – અને યુરોપીયન સત્તાઓમાં તેમના નકશાઓમાં ખાલી પડેલી અન્ય જગ્યાઓ ભરવાની તેજ દોડ શરૂ થઈ. શાસકોને સમજાયું કે જો તેઓ નવા વિશાળ પ્રદેશોને જીતવા અને નિયંત્રિત કરવા માંગતા હોય, તો ખ્રિસ્તી ધર્મગ્રંથ અને પ્રાચીન મૌખિક પરંપરાઓને આગળ કરવાની જૂની પદ્ધતિઓ ખાસ ઉપયોગી થશે નહીં. તેના બદલે, તેમણે ભૂગોળ, સંસ્કૃતિઓ, ભાષાઓ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને નવા પ્રદેશોના ઇતિહાસ ઢગલાબંધ વૈજ્ઞાનિક માહિતીઓ મેળવવી પડશે. યુરોપીયન અર્થતંત્રોનો વિકાસ અન્વેષણ અને વૈજ્ઞાનિક શોધોના કારણે થયો હતો. અને આ સામ્રાજ્યવાદી વિસ્તરણે, જીવન જીવવાની ઘણી દેશી શૈલીઓને ખતમ કરવાની સાથોસાથ, વૈશ્વિક સામ્રાજ્યો અને વેપારનાં તંત્રોની સ્થાપના કરીને છુટાછવાયા વિશ્વને ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા સમાજોમાં જોડ્યું હતુ.

૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે.

આપણે હવે 8મી ઝલક પર આવ્યા છીએ. આપણી સફરના આ પડાવ પર, આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે મૂડીવાદમાં આપણા વૈશ્વિક સમાજનો કેન્દ્રવર્તી વિશ્વાસ કેવી રીતે યુરોપીયન સામ્રાજ્યવાદની દેન છે. તો, આપણે એ જોયું કે ઘણી યુરોપીયન સરકારોએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તેમના સામ્રાજ્યમાં અને નફામાં વધારો કરવા કર્યો હતો- અને તેમાં તે સફળ રહી હતી.ઓગણીસમી સદી સુધીમાં, એકલા બ્રિટિશ સામ્રાજ્યએ એક ચતુર્થાંશ કરતાં વધુ વિશ્વને આવરી લીધું હતું. આવી વિશાળ પહોંચ સાથે, યુરોપીયન દેશોએ તેમના વિચારો વિશ્વના દરેક ખૂણામાં ફેલાવ્યા હતા.પરિણામે, સ્થાનિક પ્રથાઓ, સંસ્કૃતિઓ અને નિયમો પર પશ્ચિમી ધર્મો, લોકતંત્ર કે વિજ્ઞાન જેવાં યુરોપિયન ધોરણો આધારિત વિશાળ-સંસ્કૃતિઓ હાવી થઈ ગઈ હતી. યુરોપિયન સામ્રાજ્યો તો ઘણા સમયથી નષ્ટ થઇ ગયેલાં છે, પણ ઘણાં રાષ્ટ્રો હજુ પણ તેમના સાંસ્કૃતિક વારસા સાથે જીવી રહ્યાં છે. આમાંથી સૌથી મોટું વૈશ્વિક સાંસ્કૃતિક ધોરણ મૂડીવાદ છે. યુરોપીયન સામ્રાજ્યોના પ્રતાપે, વિશ્વભરમાં લોકો પૈસાનાં મહત્વ અને શક્તિમાં માને છે. આજકાલ મોટાભાગના લોકોનું જીવન, પછી ભલે તે બ્રાઝિલ અથવા ભૂતાન, કેનેડા અથવા કંબોડિયાના હોય, પૈસા અને ભૌતિક સંપત્તિની આસપાસ ફરે છે; આપણે સૌ આપણી આવકને મહત્તમ કરવા માંગીએ છીએ અથવા કપડાં અને ગેજેટ્સમાં આપણી સંપત્તિને પ્રદર્શિત કરીએ છીએ. વાસ્તવમાં, વિજ્ઞાનની મદદથી, વૈશ્વિક મૂડીવાદની શક્તિ અને પહોંચ અન્ય ઘણી વૈશ્વિક સંસ્કૃતિઓને નષ્ટ કરી રહી છે ખાસ કરીને ધર્મને. આધુનિક વિજ્ઞાને ઘણા ધાર્મિક સિદ્ધાંતોને ખોટા ઠેરવ્યા છે. મોટાભાગના લોકો હવે માનતા નથી કે ભગવાને સાત દિવસમાં વિશ્વની રચના કરી હતી; આપણે હવે કુદરતી પસંદગી (natural selection) દ્વારા ઉત્ક્રાંતિના ડાર્વિનના સિદ્ધાંતમાં માનીએ છીએ. જેમ જેમ ધર્મની સત્યતા સામે પ્રશ્ન થાય છે, મૂડીવાદી વિચારધારા રંગમાં આવી જાય છે. એટલે, પરલોકમાં સુખની રાહ જોવાની પરંપરાગત માન્યતાના સ્થાને, હવે આપણે પૃથ્વી પર જ વધુને વધુ આનંદ લૂંટવા પર ધ્યાન આપીએ છીએ. એટલા માટે જ, આપણને ખુશ કરે તેવાં ઉત્પાદનો અને સેવાઓની આપણે વધુને વધુ ખરીદી અને વપરાશ કરીએ છીએ.

૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી.

વૈશ્વિકરણ નિશ્ચિતપણે કૂચ કરી રહ્યું છે, પરંતુ તેનાથી દરેક જણ ખુશ નથી. વૈશ્વિકરણના ટીકાકારો દાવો કરે છે કે, અન્ય બાબતો ઉપરાંત, તે સાંસ્કૃતિક વિવિધતાને ક્ષીણ કરે છે અને સમગ્ર વિશ્વને એક નીરસ, એકસરખી એકતામાં ફેરવે છે. આ પ્રકારની ટીકાઓ હોવા છતાં, વૈશ્વિકરણનો એક મુખ્ય ફાયદો છે: તે વિશ્વને વધુ શાંતિપૂર્ણ બનાવવા માટે મદદ કરી રહ્યું છે. આધુનિક રાષ્ટ્રો તેમની સમૃદ્ધિ માટે એકબીજા પર આધાર રાખે છે. વૈશ્વિકરણની દુનિયામાં, વેપાર અને રોકાણોનું તંત્ર વિવિધ દેશોમાં ફેલાયેલું હોવાથી, એક ક્ષેત્રમાં યુદ્ધ થાય અથવા અસ્થિરતા આવે, તો સૌને તેની આર્થિક અસરો નડે છે. પરિણામે, લગભગ તમામ અમેરિકન, યુરોપિયન અને એશિયન નેતાઓને વિશ્વ શાંતિ જાળવી રાખવામાં રસ છે. 1945 પછી, કોઈ પણ માન્યતાપ્રાપ્ત સ્વતંત્ર રાષ્ટ્ર પર આક્રમણ કરીને તેને પચાવી પાડવામાં આવ્યું નથી. જો તમે એ વિચાર કરો કે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલાં દુનિયા કેટલી અવિશ્વસનીય રીતે હિંસક હતી, તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આજે આપણી વૈશ્વિક દુનિયા કેટલી શાંતિપૂર્ણ છે. તો એવું કહી શકાય કે, વીસમી સદી સૌથી શાંતિપૂર્ણ સદી છે. આ કદાચ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ઇતિહાસની સરાસરી સમીક્ષા દર્શાવે છે કે માનવ સમાજ, કૃષિ ક્રાંતિ પછી, હિંસા તરફ લગાતાર પીઠ ફેરવી રહ્યો છે. એવો અંદાજ છે કે, ખેતી કરતાં પહેલાં, શિકારીઓના સમયમાં, 30 ટકા પુખ્ત નર હત્યા અથવા માનવવધનો ભોગ બનતા હતા. આજના વિશ્વ સાથે આની સરખામણી કરો, તો માત્ર એક ટકા પુખ્ત પુરુષોનાં મૃત્યુ હિંસક છે. દેખીતું જ છે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ. આવું કેમ? તે એટલા માટે કે કૃષિ ક્રાંતિ પછી વિકસિત થયેલા ચડતા-ઊતરતા દરજ્જાના, માળખાગત સમાજોએ લોકોને હત્યા અને હિંસાને પ્રતિબંધિત કરતા કાયદાઓનું પાલન કરવા ફરજ પાડી હતી. તેમાંથી સ્થિર, કાર્યરત સમાજો અને અર્થતંત્રોનું નિર્માણ થયું હતું. આપણે સૌથી વધુ શાંતિપૂર્ણ સમયમાં જીવીએ છીએ તે સાચું, પરંતુ એના ગૌરવમાં વહી જવા જેવું નથી. આપણે લડાઈઓના સંભવિત સ્ત્રોતો પર બારીક નજર રાખવી પડશે, કારણ કે આજે જો મોટા પાયે આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળ્યું, તો માનવતાને અભૂતપૂર્વ રીતે ભોગવવું પડશે. આપણે શાંતિનો આનંદ ચોક્કસ માણવો જોઈએ, પરંતુ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એ શાંતિને જાળવી રાખવા માટે આપણે સક્રિય પ્રયાસ કરવો પડશે.

૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે.

હોમો સેપિયન્સના 300,000 વર્ષના ઇતિહાસની આપણી સફર લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વધતા ઓછા અંશે, આપણને હવે માનવ ઇતિહાસ પાછળનાં સામાન્ય વલણોની ખબર છે, પરંતુ એક વ્યક્તિ તરીકે આપણી પર તેની શું અસર પડી છે તેની આપણે વાત કરી નથી. આ પ્રગતિથી આપણાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને જ્ઞાનમાં ઘણો સુધારો થયો છે પરંતુ શું આપણે વધુ સુખી છીએ? નિરાશાજનક રીતે, વ્યક્તિગત સ્તરે, તેનો જવાબ ઘણીવાર ના છે. એવું કેમ? મનોવૈજ્ઞાનિકો દ્વારા જારી કરાયેલી અને સમીક્ષા કરાયેલી આત્મપરક સુખાકારીની પ્રશ્નાવલિઓ દર્શાવે છે કે મનુષ્યો સુખ અથવા દુઃખમાં ટૂંકા ગાળા માટે વધારો અનુભવતા રહે છે, પરંતુ લાંબા ગાળામાં, સુખનો આપણો અહેસાસ સમાન સ્તરની આસપાસ ફરે છે. ધારો કે તમે નોકરી ગુમાવો છો અને સુખમાં તીવ્ર ઘટાડો અનુભવો છો. તે સમયે, તમને લાગશે કષ્ટની આ લાગણી કાયમ રહેશે. તેમ છતાં, આ મોટી ઘટનાના થોડા મહિનાની અંદર જ, સુખનો ભાવ પાછો ‘સામાન્ય’ સ્તર પર આવશે. એક ઐતિહાસિક ઉદાહરણ લો: ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, ફ્રાન્સના ખેડૂતોએ સ્વતંત્રતા મેળવવામાં ભારે સુખ અનુભવ્યું હશે, પરંતુ આ વિશાળ ઘટનાના થોડા સમય પછી સરેરાશ ખેડૂત તેના નાલાયક પુત્ર માટે અથવા તો આગામી પાક માટે ચિંતા કરવા લાગી ગયો હશે. હોમો સેપિઅન્સ સામાન્ય રીતે આત્મસંતોષ અને નિરાશાની લાગણી વચ્ચે ક્યાંક હોય છે, અને તે સુનિશ્ચિત કરે છે કે આપણે ન તો કોઈ આઘાતજનક ઘટનાથી તૂટી જઈએ કે ન તો એટલા આત્મસંતુષ્ટ થઈ જઈએ કે મોટી અને બહેતર ચીજોની આશા કરવાનું બંધ કરી દઈએ. એટલે, વ્યક્તિગત સ્તરે આપણે કદાચ એટલા ખુશ નથી, પરંતુ સામાજિક સ્તરનું શું? આપણા જીવનની ગુણવત્તામાં તમામ સુધારાઓ સાથે, આપણે અગાઉની પેઢીઓ કરતાં વધુ ખુશ છીએ? તેના જવાબનો આધાર આપણે કોણ છીએ તેના પર છે; માનવ વિકાસમાંથી પેદા થયેલી મોટાભાગની સમૃદ્ધિ અમુક ગોરા લોકોના ખિસ્સામાં પગ કરી ગઈ છે. આ સમૂહની બહારના લોકો માટે, પછી ભલે તે મૂળ નિવાસી જાતિઓ, સ્ત્રીઓ, અથવા અશ્વેત લોકો હોય, જીવનસ્તર સુધી સુધર્યું નથી. તે લોકો સામ્રાજ્યવાદ અને મૂડીવાદની ઐતિહાસિક શક્તિઓ દ્વારા શોષણનો વારંવાર ભોગ બને છે. એ તો છેક હવે તેમને સમાનતા મળવાનું શરુ કર્યું છે.

૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે

આપણે હવે અંતિમ ઝલક પર છીએ, અને આપણે આપણા ભૂતકાળ વિશે ઘણું શીખ્યા છીએ... પણ આપણા ભવિષ્ય વિશે શું? વિજ્ઞાન અને સમૃદ્ધિની પ્રગતિ આગામી દાયકાઓમાં આપણને ક્યાં લઈ જશે? બાયોનિક ટેકનોલોજી અને એન્ટી-એજિંગ જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરીને, વૈજ્ઞાનિકો આ પ્રશ્નોના જવાબ આપવા માટે પહેલેથી જ મથી રહ્યા છે. મશીન સાથે માનવનું વિલીનીકરણ કરતા બાયોનિક્સ ક્ષેત્રની અંદર વૈજ્ઞાનિકોએ પ્રભાવશાળી પ્રગતિ કરી છે. ઉદાહરણ તરીકે, જેસી સુલિવન નામના એક અમેરિકન ઇલેક્ટ્રિશિયને જયારે તેના બંને હાથ ગુમાવ્યા, ત્યારે વૈજ્ઞાનિકો તેને નવા બાયોનિક હાથ આપી શક્યા હતા. એ હાથ વિચાર માત્રથી સંચાલિત થતા હતા! એન્ટી-એજિંગના ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકો ઝડપથી આગળ વધી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ તેની આનુવંશિકતા (genetics)માં ફેરફાર કરીને ચોક્કસ કૃમિઓનું આયુષ્ય બમણું કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, અને તેઓ ઉંદરો સાથે પણ તેવું જ કરવાની નજીકમાં છે. વૈજ્ઞાનિકો માણસમાંથી વૃદ્ધત્વનાં જનીન કાઢી નાખે તેને હવે બહુ વાર નથી. વૃદ્ધત્વને રોકવાની અને બાયોનિક ટેકનોલોજી વિકસાવવાની બંને યોજનાઓ એક એવા ગિલગામેશ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે અમરત્વ માટેની એક વિશાળ વૈજ્ઞાનિક શોધ છે. તો, આપણને કોણ અટકાવે છે? આ ક્ષણે તો નૈતિક ચિંતાઓના કારણે આ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પર વિવિધ કાયદાકીય પ્રતિબંધ છે. પરંતુ આ અવરોધો કાયમ ટકી શકવાના નથી. જો માનવજાતને અનિશ્ચિત સમય સુધી જીવવાની થોડી પણ તક મળશે, તો નિશ્ચિતપણે ત્યાં પહોંચવાની આપણી ઇચ્છા તમામ અવરોધોને ઠોકરો મારીને દૂર કરશે. એવું શક્ય છે કે, નજીકના ભવિષ્યમાં, આપણે હોમો સેપિઅન્સ વિજ્ઞાનની મદદથી આપણા શરીરને એટલી નાટ્યાત્મક રીતે બદલી નાખીશું કે ટેકનિકલી આપણને હોમો સેપિયન્સ તરીકે ગણવામાં નહીં આવે. તેના બદલે, આપણે એક સંપૂર્ણપણે નવી પ્રજાતિઓ બની જઈશું- અડધી ઑર્ગનિક, અડધી મશીન.

સારાંશ

300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે. સેપિયન્સ: "માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ" એ યુવલ નોહ હરારી દ્વારા લખાયેલું એક પુસ્તક છે, જે 2014માં પ્રકાશિત થયું હતું. તે આપણી પ્રજાતિઓ, હોમો સેપિયન્સના પ્રારંભિક મૂળથી આજના દિવસ સુધીના ઇતિહાસની ઝાંખી પૂરી પાડે છે. અહીં "સેપિયન્સ" માં ચર્ચાયેલા મુખ્ય વિષયોનો સારાંશ છે: 1. જ્ઞાનાત્મક ક્રાંતિ: હરારી એક એવી જ્ઞાનાત્મક ક્ષમતાઓની ચર્ચા કરે છે જે હોમો સેપિયન્સને અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે અને જેણે આપણી સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તે એ પણ તપાસે છે કે કેવી રીતે ભાષા અને વાર્તાઓ ઘડવાની આપણી ક્ષમતાએ આપણને જટિલ સામાજિક માળખું બનાવવા અને મોટાં જૂથોમાં સહકાર આપવા માટે સક્ષમ બનાવ્યા. 2. કૃષિ ક્રાંતિ: આ પુસ્તકમાં જંગલની શિકારી-સંગ્રાહક જીવનશૈલી તરફથી સ્થાયી કૃષિ સમાજ તરફના બદલાવની છણાવટ કરવામાં આવી છે, અને તેમાં એ પણ ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે આપ ણાં સમાજો, અર્થતંત્રો અને પર્યાવરણ પર આ બદલાવની અસરો પડી છે. હરારી વસ્તી વૃદ્ધિ, સામાજિક ઊંચ-નીચ ક્રમ, અને સભ્યતાઓના ઉદય પર કૃષિની અસરને સમજાવે છે. 3. માનવજાતનું એકીકરણ: હરારી એ તપાસે છે કે કેવી રીતે મનુષ્યોએ ધર્મો, વિચારધારાઓ અને નાણાં જેવી માન્યતાની સિસ્ટમ્સ બનાવી હતી જેનાથી આપસી સહકાર અને મોટા પાયે સમાજની રચનામાં મદદ કરી હતી. તેઓ સામૂહિક પૌરાણિક કથાઓની તાકાત અને માનવ વર્તનને આકાર આપતી કલ્પિત વાસ્તવિકતાઓની રચનામાં ઊંડા ઊતરે છે. 4. વૈજ્ઞાનિક ક્રાંતિ: આ પુસ્તક વિશ્વને સમજવાની એક પ્રભાવશાળી રીત તરીકે ઉદ્ભવેલા વિજ્ઞાનને સમજાવે છે. હરારી એ સમજાવે છે કે કેવી રીતે વૈજ્ઞાનિક પ્રગતિએ પરંપરાગત માન્યતાઓને પડકારી હતી અને કેવી રીતે તે નવા જ્ઞાન, ટેકનોલોજી અને વૈશ્વિક ખોજ તરફ દોરી ગઈ હતી. 5. આધુનિક યુગ: હરારી ઔદ્યોગિક ક્રાંતિની અસર અને તત્પશ્ચાત મૂડીવાદ, રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદના ઉદયની વાત કરે છે. તેઓ આ પ્રગતિઓનાં પરિણામોની ચર્ચા કરે છે, જેમાં સંસાધનોનું શોષણ, ગ્રાહકવાદનો ફેલાવો અને વૈશ્વિક અસમાનતાના પડકારોનો સમાવેશ થાય છે. 6. હોમો સેપિયન્સનું ભાવી: લેખક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જેનેટિક એન્જિનીયરિંગ જેવી ઉભરતી તકનિકોની સંભવિત અસરની ચર્ચા કરીને, આપણી પ્રજાતિઓના ભાવિ માર્ગનું અનુમાન કરે છે. તેઓ આ પ્રગતિની નૈતિક અને સામાજિક અસરો વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે. સમગ્ર પુસ્તક દરમિયાન, હરારી આપણી પ્રજાતિઓને આકાર આપતી મુખ્ય ઘટનાઓ અને પરિબળોનું વિચારોત્તેજક સંશોધન પૂરું પાડે છે. તેમાં તેઓ સામૂહિક કલ્પના, સાંસ્કૃતિક કહાનીઓ, તેમજ જીવવિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે જટિલ ક્રિયા-પ્રતિક્રિયાના મહત્વ પર પ્રકાશ ફેંકે છે. આ પુસ્તક વાચકોને હોમો સેપિયન્સ માટે આવનારા પડકારો અને વિકલ્પોને સમજવા માટે ભૂતકાળ પર ચિંતન પ્રોત્સાહિત કરે છે.

અવતરણો:

અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે: 1. “આપણે ઇતિહાસનો અભ્યાસ ભવિષ્ય જાણવા માટે નહીં, પરંતુ આપણી ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટે અને તે સમજવા માટે કરીએ છીએ કે આપણી વર્તમાન પરિસ્થિતિ ન તો કુદરતી છે કે ન તો અનિવાર્ય અને પરિણામે આપણી પાસે કલ્પના કરતાં ઘણી વધુ સંભાવનાઓ છે.” 2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.” 3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક એ છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.” 4. “સંસ્કૃતિનો તર્ક એવો હોય છે કે તે માત્ર તેનો જ નિષેધ કરે છે જે અકુદરતી છે, પરંતુ બાયોલોજીકલ દૃષ્ટિકોણથી, કશું પણ અકુદરતી નથી.” 5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.” 6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.” 7. “ઔદ્યોગિક ક્રાંતિ સારી કે ખરાબ નહોતી. લોકોએ એમાં શું કર્યું તે મહત્વનું હતું.” 8. “ પૈસા પારસ્પરિક વિશ્વાસ આધારિત અત્યાર સુધીની સૌથી સાર્વત્રિક અને કાર્યક્ષમ સિસ્ટમ છે.” 9. “મૂડીવાદી અને ગ્રાહકવાદી નીતિશાસ્ત્ર એક જ સિક્કાની બે બાજુઓ છે, બે નિર્દેશોનું વિલીનીકરણ છે.” 10. “ઉત્ક્રાંતિએ, અન્ય સામાજિક સસ્તન પ્રાણીઓની, જેમ હોમો સેપિયન્સને ઝેનોફોબિક (અજ્ઞાતજણ ભીરુ) પ્રાણી બનાવ્યું છે.” 11. “આપણે અભૂતપૂર્વ વિપુલતા સાથે મશીનીકરણ પશ્ચાતનું જંગલ બનાવ્યું છે, પરંતુ તેમાં રહેવું કેવી રીતે તે આપણે હજુ શીખ્યા નથી.” 12. “પ્રાચીન ઇજીપ્તના ભદ્ર લોકોની જેમ, આપણે પણ એક એવી સત્તાની પૂજા કરીએ છીએ જે માત્ર આપણા મનમાં જ વસે છે.” 13. શિકારી-સંગ્રાહકો આપણને બતાવે એ છે કે જીવનમાં ખોરાક કરતાં પણ વધુ કંઈક છે, અને જરૂરી નથી કે સમૃદ્ધ ખોરાકનો અર્થ સમૃદ્ધ જીવન થાય છે.” 14. “આપણે ઘઉંની ટેવ પાડી હતી એવું નહીં. ઘઉંએ આપણી ટેવ પાડી હતી.” 15. “કૃષિ ક્રાંતિ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી હતી.” આ અવતરણો "સેપિયન્સ" માં પ્રસ્તુત વિચારોત્તેજક અને ઘેરી ધારણાઓની ઝાંખી આપે છે, અને વાચકોને માનવ ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણી જાતિને આકાર આપનારા વિકલ્પોની તેમની સમજ પર પુનર્વિચાર કરવા પ્રેરે છે.