ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/નૂતન ૨૦૨૭ વર્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વિરતિ | |previous = વિરતિ | ||
|next = અહીં | |next = અહીં(૨) | ||
}} | }} |
Latest revision as of 14:37, 11 November 2023
નૂતન ૨૦૨૭ વર્ષ
રાધેશ્યામ શર્મા
નિઃશબ્દતાના નકશીદાર દ્વાર પર
શબ્દને ટકેારા કરી શકે તો
વહી આવતા વંટોળને થીજવીને
ટમટમતાં કોડિયાંની દીપશિખાને
સંકોરી ઝળહળતી કરી શકાય
બોલું બોલું કરતી સિંહાસન બત્રીશી
વીર વિક્રમની આણને સાચવી લેતી
સંવતના સૂરજોની કિરણાવલિ પ્રગટાવે
અને ત્યારે
આકાશની ભીની ભૂરાશ પીધેલ તારકોની
ધરાના લીલા લાવણ્ય પર બીજવર્ષા સંભવે
ઉલૂકોની આંખમાં રા’ થયેલાં તારકમંડળ
આંગણામાં ઊગેલા રાગના સાથિયાને
સળગીને એચિંતા પ્રગટ કરી દે
તેના અજવાસે દાંતેનો પે...લો દરજી
ગજકાતરને કોરાણે મેલી
‘શિવ શિવ’ કરતો સીવવા માંડે!