કાવ્યમંગલા/એકાંશ દે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
Tags: Mobile edit Mobile web edit
(પ્રૂફ)
 
Line 15: Line 15:


સ્ત્રજે જગત, ને વહે સકળ ભાર ભૂમિતણો,
સ્ત્રજે જગત, ને વહે સકળ ભાર ભૂમિતણો,
અને વિકળ વિશ્વનાં દુખ હરે, ઠરે વિશ્વ આ {{Gap}} 10
અને વિકળ વિશ્વનાં દુખ હરે, ઠરે વિશ્વ આ {{Gap}} ૧૦
તુંમાં, જગત સ્થાપતી, ધરતી ને ય સંહારતી  
તુંમાં, જગત સ્થાપતી, ધરતી ને ય સંહારતી  
અમેય તવ શક્તિનો મુજ ગરીબને અંશ દે.
અમેય તવ શક્તિનો મુજ ગરીબને અંશ દે.


અપાર તવ સૌમ્ય, રૂદ્ર, રમણીય વ્હેતી મીઠી
અપાર તવ સૌમ્ય, રુદ્ર, રમણીય વ્હેતી મીઠી
સજીવન સુધાથકી સફળ જીવવા અંશ દે.
સજીવન સુધાથકી સફળ જીવવા અંશ દે.
(સપ્ટેમ્બર, ૧૯૨૬)
(સપ્ટેમ્બર, ૧૯૨૬)

Latest revision as of 15:58, 21 November 2023

એકાંશ દે
(પૃથ્વી)

પ્રભો ! છલકતા દયા-પ્રણય શાંતિના સાગરો,
અને જગ બળ્યું ઝળ્યું તહિં ઠરે, હરે, દુઃખ તું,
કૃપાળુ ! સહુનાં; મને નગુણને વિસારી મુક્યો
કશે? વિસર વાંક, હો તવ દયાથકી અંશ દે.

ઝળે રવિ શશી અને તરલ તારકોની મહા
પ્રચણ્ડ તમ વીંધતી પ્રખર પ્રાણવંતી પ્રભા,
અહો, દિશદિશાન્તરાળ નહિ તેજહીણો ય તો
મને તમસ-લીનને તવ પ્રભા ન કાં અંશ દે?

સ્ત્રજે જગત, ને વહે સકળ ભાર ભૂમિતણો,
અને વિકળ વિશ્વનાં દુખ હરે, ઠરે વિશ્વ આ ૧૦
તુંમાં, જગત સ્થાપતી, ધરતી ને ય સંહારતી
અમેય તવ શક્તિનો મુજ ગરીબને અંશ દે.

અપાર તવ સૌમ્ય, રુદ્ર, રમણીય વ્હેતી મીઠી
સજીવન સુધાથકી સફળ જીવવા અંશ દે.
(સપ્ટેમ્બર, ૧૯૨૬)