ઉપજાતિ/ઈર્ષ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઈર્ષ્યા| સુરેશ જોષી}} <poem> આ પંચવર્ષી બીજી યોજનાના ખડાં અહીં...")
 
No edit summary
 
Line 13: Line 13:
ના આટલી સાર્થકતા ય ભાગ્યમાં?
ના આટલી સાર્થકતા ય ભાગ્યમાં?
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/થંભો ઘડી|થંભો ઘડી]]
|next = [[ઉપજાતિ/પુનર્જન્મ|પુનર્જન્મ]]
}}

Latest revision as of 09:06, 16 September 2021


ઈર્ષ્યા

સુરેશ જોષી

આ પંચવર્ષી બીજી યોજનાના
ખડાં અહીં પોષ્ટર હારબંધ;
જોયા કરું અક્ષર – શી અદાથી
છાતી ફુલાવી ગરવા રૂઆબ
કતારમાં વીર સુભટ્ટ શા ખડા!
ઠસ્સો અહો શો, વળી શો દમામ;
હું ખોઈ બેઠો સઘળી જ હામ!
બાળી ગઈ અન્તર મારું ઈર્ષ્યા:
ના આટલી સાર્થકતા ય ભાગ્યમાં?