ઉપજાતિ/શણગાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શણગાર| સુરેશ જોષી}} <poem> સન્ધ્યા સજે છે શણગાર પશ્ચિમે: ભાલે ઝ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
ક્યારે કરે આખરી કોઈ શિક્ષા! | ક્યારે કરે આખરી કોઈ શિક્ષા! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[ઉપજાતિ/એક રાહ|એક રાહ]] | |||
|next = [[ઉપજાતિ/અજન્તા-ઇલોરા|અજન્તા-ઇલોરા]] | |||
}} |
Latest revision as of 09:09, 16 September 2021
શણગાર
સુરેશ જોષી
સન્ધ્યા સજે છે શણગાર પશ્ચિમે:
ભાલે ઝગે ટીલડી શુક્ર કેરી,
વર્ણચ્છટાની ધરી કંચુકી ને
નીલામ્બરી ઓઢણી હાથ લીધી
તારા ખચી, નૂપુર પાયમાં સજ્યાં
સમુદ્રની આ ઉછળંત છોળનાં;
નેત્રોત્સવા એ નભને ગવાક્ષે
શશી તણા ઉદયને પ્રતીક્ષે.
ને આ ય ઊભી શણગાર હ્યાં સજે:
ઘરાકના મુખની લાળ પાનની
એને પગે શો અળતો લગાડતી!
ને રોગનો આ વ્રણ ગુપ્ત શો બન્યો
મોઘો અલંકાર શરીર એને.
એમાં વળી રત્નસમા ઝગી રહ્યા
કીડા બધા પુષ્ટ પરૂ થકી થયા!
એ પિંજરે કેદ કરે પ્રતીક્ષા
ક્યારે કરે આખરી કોઈ શિક્ષા!