ઉપજાતિ/દર્પણના ચૂરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દર્પણના ચૂરા| સુરેશ જોષી}} <poem> જીવી રહ્યો છું થઈ છિન્નભિન્ન...")
 
No edit summary
 
Line 20: Line 20:
સાંધી મને એક અખણ્ડ રાખે?
સાંધી મને એક અખણ્ડ રાખે?
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/પૂર્ણિમા|પૂર્ણિમા]]
|next = [[ઉપજાતિ/હેમન્તનો તડકો|હેમન્તનો તડકો]]
}}

Latest revision as of 09:22, 16 September 2021


દર્પણના ચૂરા

સુરેશ જોષી

જીવી રહ્યો છું થઈ છિન્નભિન્ન,
સાંધી શકાતી નથી કચ્ચરો બધી!
આ બાજુથી ઈશ્વર આવી ઊભો,
સેતાન આવ્યો વળી સામી બાજુથી,
વચ્ચે મને દર્પણ શો ખડો કર્યો!

સેતાન ચ્હેરો નિજનો જુએ તો
દેખાય એને ભગવાનની છબી!
ને દર્પથી ઈશ્વર દર્પણે જુએ
દેખાય સેતાનનું બિમ્બ માત્ર!

રોષે ભર્યા બે પછી આથડે શા,
ને થાય આ દર્પણના ચૂરેચૂરા!
છે કોઈ જે આ બધી કચ્ચરોને
સાંધી મને એક અખણ્ડ રાખે?