પરકીયા/સુન્દરી માર્જારી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સુન્દરી માર્જારી| સુરેશ જોષી}} <poem> સુન્દરી માર્જારી! અહીં આ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
ઘેરી વળે નખશિખ એનાં રે ધૂસર અંગ | ઘેરી વળે નખશિખ એનાં રે ધૂસર અંગ | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/કહે પ્રિય|કહે પ્રિય]] | |||
|next = [[પરકીયા/એકોક્તિ|એકોક્તિ]] | |||
}} |
Latest revision as of 05:06, 17 September 2021
સુન્દરી માર્જારી
સુરેશ જોષી
સુન્દરી માર્જારી! અહીં આવ,
કામુક વક્ષ પે મમ અંગ તું લંબાવ;
ઢાંકી દે નહોર તારા તીક્ષ્ણ ને કુટિલ;
ખોઈ દેવા દેને મને નયને મદિલ.
સ્ફટિક ને સુવર્ણની એમાં ભળી ઝાંય,
મોહક મારક એના કામણથી હૈયું આ ઘવાય.
અલસ ને મત્ત મારી અંગુલિઓ પંપાળતી ફરે જ્યારે
નમનીય પીઠે અને શિરે તારે,
રોમાંચિત થઈ ઊઠું છું હું ત્યારે,
વિદ્યુન્મયી તારી કાયા તણા સ્પરશને.
તરવરી રહે ત્યારે છબિ પ્રેયસીની:
તારા જેવી દૃષ્ટિ એની ગૂઢ અને હિમમયી,
વેધક ને તીક્ષ્ણ એવી જાણે વિષદંશ,
દયાતણો જેમાં નહિ લવલેશ અંશ!
કશી મરીચિકા, કશી પ્રાણાન્તક ગન્ધ
ઘેરી વળે નખશિખ એનાં રે ધૂસર અંગ