મણિલાલ હ. પટેલનાં કાવ્યો/માટી અને મેઘ: Difference between revisions
Jump to navigation
Jump to search
માટી અને મેઘ
(+1) |
No edit summary |
||
Line 26: | Line 26: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઉપેક્ષા | ||
|next = કવિતા | |next = કવિતા | ||
}} | }} |
Revision as of 15:54, 8 February 2024
માટી અને મેઘનાં મન મળી ગયાં છે
આ તડકો અને ઘાસ એવાં તો ભળી ગયાં છે –
કે નોખાં પાડી શકાતાં નથી પરસ્પરને
કઈ સોનાસળી ને કઈ કિરણસળી...!
હળી ગઈ છે હવાઓ મોસમી પવનો સાથે
તે ઘાસમાં ઘૂમરીઓ ખાય છે આકાશ!
પૃથ્વી સ્પંદિત થઈ ઊઠી છે આજે...
દરજીડો પાન સીવીને માળો રચે છે
રતુંબડો રાગ છલકાય છે કૂંપળે કૂંપળે
કાબરી ગાયે પાસો મૂક્યો હોય એમ –
આભલું વરસે છે... ધરતી તેજ તેજ છે...
સીતાફળીની ડાળે ડાળે સારા દ્હાડા બેઠા છે!
અરે! આ તો ધૂપ-છાંવ કે અલખની પ્રીતિ?
આ તરુઘટાઓ છે કે મેઘમાટીની અભિવ્યક્તિ રીતિ?!
ખેતરે ખેતરે ઝાંઝરી ને –
ઋતુની ખંજરી વાગે છે દિવસરાત...
કાંટાળી વાડે વાડે ફૂલોવાળી વેલ ચઢી છે –
હવે, કવિતા લખવાની જરૂર જ ક્યાં છે? –
મેઘ અને માટીનાં મન મળી ગયાં છે...