મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ભીની આંખો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
 
(No difference)

Latest revision as of 15:45, 17 February 2024

ભીની આંખો

ભીની આંખો લૈ
બા, તું અમને મૂકી એકલાં ગૈ...!
તે દિવસથી આંખ અમારી
કદી ન કોરી થૈ... ભીની આંખો લૈ...

બન્ધ બારણાં બારી જેવા
સગપણ વચ્ચે જીવીએ...
ખાલી ખાલી ખેતર જેવાં
દિવસ-રાતને વ્યર્થ શીવીએ –
દુઃખનો દોરો લૈ!
બા, તું અમને મૂકી એકલાં ગૈ...!

વૃક્ષ વિનાની ધરતી જેવું
ઊનું જીવતર સૂનું લાગે...
જૂની સાંભરણ છાતી વચ્ચે
બળબળતું રણ થૈને જાગે –
વેળા તરસી લૈ...
આંખ અમારી હજી ન કોરી થૈ...

બા, તું અમને મૂકી એકલાં ગૈ...
ભીની આંખો દઈ...!!