ગાતાં ઝરણાં/રાફડાના વાસીને: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big><big>'''*રાફડાના વાસીને'''</big></big></big></center> | <center><big><big><big>'''<ref>*“બાંબી કે બાસી” પરથી</ref>*રાફડાના વાસીને'''</big></big></big></center> | ||
Line 30: | Line 30: | ||
૨૮-૮-૧૯૪૯ | ૨૮-૮-૧૯૪૯ | ||
</poem> | </poem> | ||
{{reflist}} | |||
}} | }} | ||
<br> | <br> |
Latest revision as of 01:51, 14 February 2024
મણિધર, ઓ ફણીધર; ઓ ધરા પર દોડતી ધારા!
ગળાના હાર શંકરના અને શિરછત્ર ધરનારા !
જગત બસ એક દૃષ્ટિથી જુએ છે દુર્ગુણો તારા,
બધે બદનામ છે નાહક, કહેવાતા ઓ હત્યારા !
“તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા !"
જગતમાં કોઈએ નહિ લેશ તારી વેદના જાણી,
તને વાચા નથી, ના કર્ણ, તું નિર્દોષ છે પ્રાણી;
છતાં મુજ કલ્પનાએ સાંભળી તારી વ્યથા-વાણી,
દુખી છું, તારું દુખ જાણું છું, આજીવન ઓ દુખિયારા!
“તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા!”
રહ્યું સ્વીકારવું મારે કે તારો દંશ દુઃખકર છે,
છતાં ઓ નાગ ! આ ઈન્સાન તો તુજથી ભયંકર છે;
ઘડીભર ઝેર તારું, ત્રાસ એનો જિંદગીભર છે,
છતાં એને સલામો, તારી સેવા લાઠીઓ દ્વારા !
“તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા!”
તું ભૂખ્યો થાય ત્યારે દરમહીંથી બહાર આવે છે,
ભર્યા પેટે અમારા નાગ ભૂખ્યાને સતાવે છે;
અહર્નિશ ડોલતા એ શેષ સૃષ્ટિને ધ્રૂજાવે છે,
ન જાણે ક્યાં સુધી રહેશે શિરે એ સાપના ભાર!
“તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા !”
૨૮-૮-૧૯૪૯
- ↑ *“બાંબી કે બાસી” પરથી