દલપત પઢિયારની કવિતા/આંબાવાડિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 21: Line 21:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = લ્યા જીવ!
|previous = ’લ્યા જીવ!
|next = રંગનુ નોતરું
|next = રંગનુ નોતરું
}}
}}

Latest revision as of 00:19, 1 March 2024

આંબાવાડિયું

એક સમયે
હું ગાર ગૂંદતો હતો
એ પગલાંનું માપ મારે જોઈએ છે.
નક્કી, એ રસ્તે
એક નવી ભીંત ભરી લઈશ,
ઓકળીઓથી લીંપી લઈશ,
આંબાવાડિયું ઉછેરી લઈશ,
પીળું પાન
લીલું પાન,
વડવાઈએ વધેલું દાણ
દાણ કહેતાં દેશ દેશથી
દોડી આવે શઢ-કાટલાં વહાણ...
અરે!
કોઈ આ છેડેથી
આંચકો તો મારો!