મનીષા જોષીની કવિતા/શિયાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 35: Line 35:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નોબલ મીટ હોમ’
|previous = ‘નોબલ મીટ હોમ’
|next = મીઠાના અગર
|next = મીઠાના અગર
}}
}}

Latest revision as of 01:25, 2 March 2024

શિયાળો

મારે મન શિયાળો એટલે
કચ્છના અમારા ગામનું એ ખેતર.
ખેડૂત ખેતરમાં ચાસ પાડીને જતો રહે એ પછી
આખી રાત એ ચાસમાં પ્રસરતી ઠંડી
જાણે આજીવન ઘર કરી ગઈ છે
મારા શરીરમાં.
શિયાળામાં તદ્દન ઉપેક્ષિત રહેતું એ ખેતર
ક્યારેય મારા મનથી દૂર નથી થયું.
વૃક્ષોનાં પાંદડાં પર જમા થતી ધૂળ,
ફળોની તરડાઈ રહેલી ત્વચા,
ખેતરના વહેળામાંથી વહેતા
ઠંડા પાણીનો ત્રુટક-ત્રુટક અવાજ,
હાથ ન અડી શકાય તેવા ઠંડાગાર
લોખંડનાં ખેતીનાં ઓજાર
અને મજૂરણ બાઈના કાન સોંસરવો નીકળી જતો
સીમનો સુસવાટા મારતો પવન.
ઠંડીનું એક લખલખું ફરી વળે
બળદના શરીરમાં પણ
અને હું જોઈ રહેતી એ કંપારી.
મને સૌથી પરિચિત અને સૌથી આત્મીય
કોઈ સ્થળ હોય તો એ તે ખેતર.
એ ખેતરની જગ્યાએ હવે કદાચ
બંધાઈ ગયાં હશે અનેક હૂંફાળાં ઘર
પણ મારા મનના એક ખૂણે,
હજી આજે પણ હું ધ્રૂજી રહી છું ટાઢથી.
એ ખેતરમાં હું રોજ સળગાવું છું એક તાપણું.
તાપણું ઠરી જાય છે, મોડી રાત્રે
અને રોજ સવારે ઊઠીને
હું ભેગી કરતી હોઉં છું તેની રાખ.