મનોહર ત્રિવેદીનાં કાવ્યો/‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩: Difference between revisions
Jump to navigation
Jump to search
‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩
(+1) |
(જોડણી સુધારા) |
||
| Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
મુખી સત્તરવાર, તે કાળુભારને | મુખી સત્તરવાર, તે કાળુભારને ઘૂને | ||
ધોમબપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?– | |||
રાતના ભેરુબંધની હારે | રાતના ભેરુબંધની હારે | ||
હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી | હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી | ||
મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં | મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચોરાય નંઈ? - | ||
ગામને સાડીસાત વખત ખપ હોય | ગામને સાડીસાત વખત ખપ હોય તો રાખે | ||
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા? | આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા? | ||
ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો | ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો | ||
| Line 19: | Line 19: | ||
છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો | છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો | ||
લોક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત | |||
મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં | મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં | ||
માથું મારવું – આને જીત કહું કે | માથું મારવું – આને જીત કહું કે ગત? | ||
ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ | ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ | ||
Latest revision as of 01:06, 21 June 2025
મુખી સત્તરવાર, તે કાળુભારને ઘૂને
ધોમબપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?–
રાતના ભેરુબંધની હારે
હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી
મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચોરાય નંઈ? -
ગામને સાડીસાત વખત ખપ હોય તો રાખે
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા?
ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો
કોઈ માનતા માની દેવ મનાવ્યા ’તા?
વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર :
ઠામુકાં ગીત-સળુકા કાંઈ રે ગવાય નંઈ–
છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો
લોક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત
મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
માથું મારવું – આને જીત કહું કે ગત?
ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ
પટલાઈ મળી કે ડેલીએ ઊભા રઈ
નિરાંતે રેવડી ખવાય નંઈ –