ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘સ્વવાચકની શોધ’ - રાજેન્દ્ર શુકલ.: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <poem> <big><big>'''૯. સ્વવાચકની શોધ □ રાજેન્દ્ર શુકલ'''</big></big> ● ૧. પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં, સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે, સાંજે વાયુ ભરેલા ફુગ્ગા અપાવેલા શિશુઓને આંગળીએ વળ...")
 
(+1)
 
Line 5: Line 5:


૧.
'''૧.'''
 
પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં,  
પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં,  
સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે,  
સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે,  
Line 25: Line 26:
વાત એટલેથી જ અટકી ગઈ છે…
વાત એટલેથી જ અટકી ગઈ છે…


૨. તા. ૧૨-૧૦-૧૯૭૧  
'''૨. તા. ૧૨-૧૦-૧૯૭૧'''


વેદપુરુષના મનમાંથી જન્મેલા,  
વેદપુરુષના મનમાંથી જન્મેલા,  
Line 46: Line 47:
પણ ચપટી તો વાગી શકેને ?
પણ ચપટી તો વાગી શકેને ?


૩.  
'''૩.'''
આ ગવાક્ષ ક્યારેય ખૂલ્યા નથી.  
આ ગવાક્ષ ક્યારેય ખૂલ્યા નથી.  
ક્યાંક કંડારેલા ક્યારે ય ખૂલી શક્યા જ નથી.  
ક્યાંક કંડારેલા ક્યારે ય ખૂલી શક્યા જ નથી.  
Line 80: Line 81:
આ વૃદ્ધજનોની મને ઈર્ષ્યા આવે છે...
આ વૃદ્ધજનોની મને ઈર્ષ્યા આવે છે...


૪. સ્વવાચકની શોધ
'''૪. સ્વવાચકની શોધ'''
 
પૂર્વે કોઈ એક સમયે  
પૂર્વે કોઈ એક સમયે  
સાથે જ બહાર નીકળ્યા હતા અમે.  
સાથે જ બહાર નીકળ્યા હતા અમે.  
Line 111: Line 113:
કે અમારું ઘણુંબધું સહિયારું હતું..
કે અમારું ઘણુંબધું સહિયારું હતું..


૫.
'''૫.'''
 
ગતજન્મના અસ્પષ્ટ સંકેતોનું  
ગતજન્મના અસ્પષ્ટ સંકેતોનું  
અનિયત બિંદુ  
અનિયત બિંદુ  
Line 122: Line 125:
એવું તો ક્યાંથી બને ?
એવું તો ક્યાંથી બને ?


૬.
'''૬.'''
 
સુપરિપક્વ ક્ષણોને ગાળીને  
સુપરિપક્વ ક્ષણોને ગાળીને  
સ્ફટિકપાત્રમાં  
સ્ફટિકપાત્રમાં  
Line 138: Line 142:
સડસડાટ પસાર થઈ જાય છે..
સડસડાટ પસાર થઈ જાય છે..


૭.
'''૭.'''
 
દસ-પાંત્રીસને દસ મિનિટની વાર છે હજુ,  
દસ-પાંત્રીસને દસ મિનિટની વાર છે હજુ,  
ખાલી બસ ઊભી છે તડકામાં  
ખાલી બસ ઊભી છે તડકામાં  
Line 164: Line 169:
ખેલિયેં કેમ રે કરીને કૂડી ખાંતથી ?
ખેલિયેં કેમ રે કરીને કૂડી ખાંતથી ?


૮. બસમાં ચઢતાં રહી ગયેલી એક મોનાલિસાને-
'''૮. બસમાં ચઢતાં રહી ગયેલી એક મોનાલિસાને-'''
 
અડવડતી આંખ  
અડવડતી આંખ  
અડકે છે પરસ્પર જો,  
અડકે છે પરસ્પર જો,  
Line 231: Line 237:
ક્યાં કોઈનાય હાથની વાત હતી ક્યારેય વળી ?
ક્યાં કોઈનાય હાથની વાત હતી ક્યારેય વળી ?


૯.
'''૯.'''
 
ક્યારેક ચાલતાં ચાલતાં  
ક્યારેક ચાલતાં ચાલતાં  
આ કાયમની ખાલી ઝોળી  
આ કાયમની ખાલી ઝોળી  
Line 271: Line 278:
કોઈને જરૂરે ન જ રહેતને ?
કોઈને જરૂરે ન જ રહેતને ?


૧૦. એક દૈવજ્ઞનું સ્વગત
'''૧૦. એક દૈવજ્ઞનું સ્વગત'''
 
મરી ગયેલી ઈચ્છાઓને  
મરી ગયેલી ઈચ્છાઓને  
જીવતી જાણીને  
જીવતી જાણીને  
Line 316: Line 324:
તો પાછું વળવાની વેળાએ તારે ચાલવું નહીં પડે, મન.
તો પાછું વળવાની વેળાએ તારે ચાલવું નહીં પડે, મન.


૧૧.
'''૧૧.'''
 
નગરના સૂમસામ રસ્તા પર  
નગરના સૂમસામ રસ્તા પર  
પગપાળો થાઉ છું પસાર જ્યારે  
પગપાળો થાઉ છું પસાર જ્યારે  
Line 342: Line 351:
લાંબાટૂંકા થાય.
લાંબાટૂંકા થાય.


૧૨.  
'''૧૨.'''
 
લિસ્સું લિસ્સું ચળકતા સળિયા સાથે  
લિસ્સું લિસ્સું ચળકતા સળિયા સાથે  
નિરંતર ઘસાઈ ઘસાઈને  
નિરંતર ઘસાઈ ઘસાઈને  
Line 363: Line 373:
મૌન વાર્તાલાપ પણ કેવો થતો હોય છે!  
મૌન વાર્તાલાપ પણ કેવો થતો હોય છે!  


૧૩.
'''૧૩.'''
 
બસ એક આવે છે  
બસ એક આવે છે  
ઊભી રહે છે નહીં જેવું  
ઊભી રહે છે નહીં જેવું  

Latest revision as of 00:15, 12 March 2024

૯. સ્વવાચકની શોધ □ રાજેન્દ્ર શુકલ



૧.

પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં,
સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે,
સાંજે વાયુ ભરેલા ફુગ્ગા અપાવેલા
શિશુઓને આંગળીએ વળગાડી
આવતાં જતાં રવિવારીય લોકો વચ્ચે,
ઓછું વપરાતા બસસ્ટૅન્ડના
ઘોર નિર્જન બાંકડા પર,
મ્યુનિસિપાલિટીના ગુલમ્હોર વૃક્ષની
એક ડાળ નીચે,
પદ્માસને ધ્યાનસ્થ એવા મને
બોધિજ્ઞાન થવાની ક્ષણે જ
અચાનક
એક સૌમ્ય છીંક
આકાશમાંથી નીચે ઊતરી આવી;
અને હે શ્રમણભિક્ષુઓ
વાત એટલેથી જ અટકી ગઈ છે....
વાત એટલેથી જ અટકી ગઈ છે…
વાત એટલેથી જ અટકી ગઈ છે…

૨. તા. ૧૨-૧૦-૧૯૭૧

વેદપુરુષના મનમાંથી જન્મેલા,
કે સમુદ્રમંથનવેળાએ
દેવોને પ્રાપ્ત થયેલા
આ ચન્દ્રએ તો
આપણી સાંભરણ સાંભરણમાં જ
એના ક્ષયો,
એની વૃદ્ધિઓ
અને એનાં ગ્રહણો સમેત
સકલ ભચક્રને
ત્રણસોઅડતાલીસ વેળા ભોગવ્યું.
અને સત્તાવીશે સુંદરીઓનાં મંડલને
જોતજોતામાં
કૈં કેટલીયે વેળા સસત્ત્વ કર્યું એણે !
પણ હે મારા અજ્ઞાતસંભવ મન,
ત્રણસોપંચોતેર બસથી આવૃત્ત
આપણા નગરના આ ક્રાંતિવૃત્ત પર
તારાથી તાળી ન પડી શકે કદાચ
પણ ચપટી તો વાગી શકેને ?

૩.
આ ગવાક્ષ ક્યારેય ખૂલ્યા નથી.
ક્યાંક કંડારેલા ક્યારે ય ખૂલી શક્યા જ નથી.
ગવાક્ષ ખૂલવાના જેવો જ
અવાજ થયો છે ક્યારેક,
અથવા અવાજ જેવું જ કૈંક
સંભળાયું છે ક્યારેક.
પણ અવાજની આગળ કે પાછળ,
ઉપર કે નીચે કશું જ નથી.
આકાશની આગળ કે પાછળ કશું જ નથી હોતું.
પણ ગવાક્ષ તો કંડારેલા છે,
ચિક્કટ છે, રમ્ય છે, દૂર છે, નજીક છે.
આજે છે, કાલે છે, કિંતુ છે.
તેની પાછળ કશું જ ન હોય,
ક્યારેય ન હોય તેમ બની શકે નહીં.
તેની પાછળ છુટ્ટો પડી ગયેલો
સુદીર્ઘ, મારો એક શ્વાસ
લ્હેરાયા કરે છે કદાચ,
શ્વાસની પાછળ મારું આખેઆખું
કોરુંકટ નામ છે કદાચ,
નામની પાછળ
નેહરુબ્રિજ થઈને લાલ દરવાજા જતી બસ
ક્યાંક ખોટકાઈને અટકી પડી છે કદાચ.
અને અધવચ્ચે જ અટકી પડેલી
બસમાં હું હોઉં પણ ખરો....
તેમ છતાં અને તેથી કદાચ
સકલ બસની આવનજાવનથી
તદ્દન નિરપેક્ષ થઈ ગયેલા,
કલાકોથી કશું જ બોલ્યા વગર
આ બસસ્ટૅન્ડના બાંકડે
એવા ને એવા જ નિશ્ચલ બેસી રહેલા,
ને પોતાનાં નામઠામ પણ ભૂલી ગયેલા
આ વૃદ્ધજનોની મને ઈર્ષ્યા આવે છે...

૪. સ્વવાચકની શોધ

પૂર્વે કોઈ એક સમયે
સાથે જ બહાર નીકળ્યા હતા અમે.
કશેક જવું હતું,
કશેક એટલે ક્યાં તેની
મને આજે પણ ખબર નથી.
કશેક એટલે ક્યાં તેની તો
એને પણ ખબર નહીં હોય.
એનું શું થયું હશે ?
શું થયું હશે એનું ?
એક સાથે જ કશેક જવાનું
તેથી કશેક એટલે ક્યાં
કે કશેક એટલે ક્યારે કે કેટલેક
એવી ખબર પણ
એક સાથે જ હોય ને ?
અરે, છેલ્લે પાન પણ ખાધાં હતાં સાથે
ને બસની રાહ જોતાં ઊભા હતા અમે.
ચાલતી બસે એકસાથે ચડી તો શકાય,
પણ એકસાથે નયે ચડી શકાય.
તે કશેક, ક્યારેક જવાનું
એમનું એમ જ રહી ગયું છે સાવ.
શક્યતાની બસોની શક્યતાનાં સ્ટૅન્ડોના
બધા જ શક્ય સમયોમાં
હું એકલો એકલો ઘૂમી વળ્યો છું ક્લાંત.
એનેય એકલા એકલા ઘૂમવાનું જ આમ.
એનો નાદ, એના સ્વરવ્યંજન, એનો અર્થ,
કશું જ યાદ નથી મને.
કેવળ ઝાંખીપાંખી એક આકૃતિ યાદ છે
અને યાદ છે ઝાંખુંપાંખું
કે અમારું ઘણુંબધું સહિયારું હતું..

૫.

ગતજન્મના અસ્પષ્ટ સંકેતોનું
અનિયત બિંદુ
સુનિશ્ચિત જનસંમર્દમાં
વિલોપાઈ ન જાય
તોપણ
न कस्मात् નામની બસનું
પ્રવેશદ્વાર
તારી સંમુખ જ આવે
એવું તો ક્યાંથી બને ?

૬.

સુપરિપક્વ ક્ષણોને ગાળીને
સ્ફટિકપાત્રમાં
ઝીલી તો શકું છું ક્વચિત્
પણ મારી આંખોમાં
કશાકનું પ્રતિબિંબ પડે
કે હું એક આછી ગંધ બનીને
સ્ફટિકપાત્રની આસપાસ
ફેલાઈ શકું
એ પહેલાં તો
પારદર્શક સોનેરી પ્રવાહીમાંથી
છ-પિસતાળીસ કે દસ-પાંત્રીસની
રક્તાંબરા કિન્નરી
સ્હેજ પણ થંભ્યા વિના
સડસડાટ પસાર થઈ જાય છે..

૭.

દસ-પાંત્રીસને દસ મિનિટની વાર છે હજુ,
ખાલી બસ ઊભી છે તડકામાં
સ્ટૅન્ડ ખાલી છે અને નથી તે પણ શેણે
કે ઊભાં છે ખાલી ખાલી લોક.
લોક ઊભાં છે ખાલી ખાલી.
આંખ જુએ છે બસની બારી
બારી એ તે ખાલી ખાલી
હું ઊભો છું છેડે છેવાડે
એકલો ઊભો છું છેક,
ને વાંચું છું ખાલીપો અમથો
ખાલી ખાલી ખંતથી.
અમથું અમથું ભાખું છું એકલો
સુણજો દેવળદે નાર !
ઘડીપળનાં આગમ દાખવું-
"હમણાં રે ખાકી દેવદૂત આવશે,
હમણાં રે ખાલી દૂત બેય આવશે,
હમણાં રે ખાલીપો
ખડખડતો રૂડો હાલશે,
ખેલશે રૂડી સંતા રે કૂકડીના ખેલ.
આ સ્ટૅન્ડ રે બચાડું બાપડું
તપે એક સતને આધાર
રામ, કેવી એની ખોટી રે સગાઈ ?”
એમ કેમ રે કરીને હવે હાલિયેં
ખેલિયેં કેમ રે કરીને કૂડી ખાંતથી ?

૮. બસમાં ચઢતાં રહી ગયેલી એક મોનાલિસાને-

અડવડતી આંખ
અડકે છે પરસ્પર જો,
તે ચળકે છે તરત
અને સરકે છે તરત
દૂર દૂર
પણ અટકે છે તરત
કે જ્યાં કશું જ નથી હોતું.
શબ્દો પણ નથી હોતા આમ તો,
અર્થો તો કેવી રીતે હોય ત્યાં ?
અર્થોથી તો અટકવાનું હોય
આ બાજુ.
શબ્દોથી તો સરકવાનું હોય
તે બાજુ.
પણ આંખ, એકાએક, ચળકવું,
તે તો શબ્દો,
કદાચ અર્થ.
શીખી શકાય,
સાંભળી શકાય,
સમજી પણ શકાય ક્વચિત્.
કિંતુ આંખનું, કોઈક આંખનું-નું
એકાએક ચળકી ઊઠવું આમ
તે શબ્દ કે અર્થ નથી હોતું.
તેથી જ તો
આંખના ચળકી ઊઠવાની ક્ષણોના
અદૃશ્ય દાંત તળે ભીંસાઈ રહેલા
તંગ હોઠ
સ્હેજ જ જો કે શિથિલ થઈને
કેવળ ખૂણાઓમાંથી જ
ક્ષિતિજસમાંતર ફરકે
મિલિમીટરમાં જ દર્શાવી શકાય
તેટલું માપસર.
પણ એટલામાં તો બધું જ બની બેઠેલા
અથવા આપણે જ કદાચ વેળાકવેળાએ
મોઢે ચઢાવીચઢાવીને સાવ વણસાડી મૂકેલા
આ ટણકટોળ શબ્દાર્થો
તરત આવી જ ચઢતા હોય
ક્યાંકથી વણનોતર્યા.
હોઠના ફરકવા સાથે એને
કદાચિત્ કશુંક લાગતું વળગતું
હોય તો હોઈ શકે,
પણ આંખના ચળકવા સાથે
એને કશો જ સંબંધ નથી હોતો.
એનો સંબંધ તો કહું તને ?
હાથના અદબ વાળી રાખવા સાથે છે.
બસોનાં સમયસર આવી જવા સાથે,
માતબર જગ્યાના મળી જવા સાથે,
વારાફરતી એકમેકની ટિકિટો લઈ
બધું જ સરભર કરી દેવા સાથે,
કશું જ બાકી ન રાખવા સાથે
અથવા બધું જ બાકી રાખવા સાથે છે.
પણ બસમાં જગ્યા જો
ન મળેને આપણને,
તો પછી એ સર્વવ્યાપી
શોધ્યા પણ મળે નહીં શબ્દો.
એવા એ તો
બધી જ નજરો ચુકાવીને
બારીમાંથી અંદર કૂદી જઈ
એ જ બસમાં નાસી જનારા છે,
એ જોઈ લીધું ને ?
હવે તો આખો એક ઘટિકાયુગ
પૂરો થાય ત્યાં સુધી
ક્ષિતિજસમાંતર સ્મિત સાથે
માપસર અદબ વાળીને ઊભા રહો.
આંખનું ચળકવું એ તો
ક્યાં કોઈનાય હાથની વાત હતી ક્યારેય વળી ?

૯.

ક્યારેક ચાલતાં ચાલતાં
આ કાયમની ખાલી ઝોળી
હાથમાંથી ખરી પડે છે.
ઊબડખાબડ રસ્તા પર.
તો કશા જ સભાન પ્રયત્ન વગર
કેડમાંથી તરત નીચું નમી જવાય છે,
હાય સહજભાવે ફરીથી
એ ઝોળી ઊંચકી જ લે છે.
બાઝી ગયેલી ધૂળ ખંખેરાયાની ઝડપે
આંખ ચારે તરફ જોઈ લે છે ચૂપકીદીથી.
પણ આ નાની અમથી બબાલમાં
આખી બે માળની બસ ચૂકી જવાય છે.
ક્યારેક હાથથી સરકી પડવું
એ ઝોળીનો એક ધર્મ છે.
જેમ ધૂળનું બાઝી જવું,
કેડનું નીચે વળી શકાવું,
અધોગત પદાર્થનું પુનઃ ઊંચકાઈ શકાવું
કે બસવિશેષનું ક્યારેક
કોઈકથી ચૂકી જવાવું.
ક્યારેક પંચાવન મિનિટે
તો ક્યારેક વળી પાંસઠ મિનિટે
પણ દર કલાકે બીજી બસ તો મળે જ.
એના સમયો પણ ત્યાં ત્યાં લખ્યા હોય.
પણ તેથી કૈં બસ સ્ટેન્ડને
વાચા નથી ફૂટી શકતી.
અને ઝોળીની સાથે કેવળ
ઝોળી જ સરકી જતી હોત,
એને ફક્ત ધૂળ જ બાઝીને
ખંખેરાઈ જતી હોત કેવળ,
કે બે માળની બસ ચૂકી જવાતાં
કેવળ બસ જ ચૂકી જવાતી હોત,
તો બસસ્ટેન્ડને
કેવળ શ્રવણેન્દ્રિયથીયે ચાલત..
અને તો તો પછી આ નગરમાં
મોઢું સાવ બેસ્વાદ થઈ ગયા છતાં
ધૂમિલ આંખે
સિગરેટ પર સિગરેટ પીધે જવાની
કોઈને જરૂરે ન જ રહેતને ?

૧૦. એક દૈવજ્ઞનું સ્વગત

મરી ગયેલી ઈચ્છાઓને
જીવતી જાણીને
ભોગવવાની જીદ તને, મન !
શું થાશે તારું ?
કોઈ કામના જીવતી ક્યાંથી હોય આજ લગ
હૃદય મહીં બેસીને મંગળ તુરીય દૃષ્ટિથી
સતત જુએ જ્યાં સપ્તમ, ષષ્ઠેશ બનીને ?
  સપ્તેમેશને મારકેશનો દોષ પ્રબળ
ને તેનીયે તે નજર ન પહોંચે સ્વેચ્છાભવને.
એક ગામ વસવવું હતું અમારે
નામ વસવવું હતું;
એ કાજે દળણાં દળ્યાં, ગામ ના વસ્યું.
દળણાંના ડણ તો હમણે રૂઝ્યા છે.
પણ હથેળીઓ આ આવી ને એવી વરવી
એની ખબરે અમને આજ પડે છે.
એકસઠ એક કે બે.
ગાંધીગ્રામ સ્ટેશનના નાકે
ખૂણાની લારીની ચા પીધા પછી
તારી ગતિ વક્રી થાય તો
એમ. જે. વાંચનાલયે જવાય,
પણ શનિવારે જગ્યા જ ન મળે
ને પાછું બધા જ અખબારમાં
સાપ્તાહિક ભવિષ્ય તો જુદું જુદું હોય.
આ વાદળિયા દિવસોમાં
નેહરુબ્રિજની વચોવચ
ચાર મિનાર બેશરમ બનીને અધવચે જ
બુઝાઈ જાય તો
સ્હેજ ચિડાઈને નદીમાં ફેંકી દઈએ;
પણ મન, તને આમ
અંતરિયાળ ક્યાં ફેંકિયેં ?
કેવું સારું હતું દાન્તેના જમાનામાં
કે લાલ બસની જરૂર જ ન હતી,
ને એના નગરની નદીમાં
પાણી પણ વધારે હશે..
ગોચરના ગ્રહો
કે એના શુભાશુભ વેધ,
તારા નામની આજુબાજુ
કે તારા ગામની આજુબાજુ
ઊપસતાં જતાં કાળાં ચોકઠાંને
અટકાવી શકવાના નથી.
કદાચ વળતી બસમાં જગ્યા મળશે...
તો વાહનયોગ.
તો પાછું વળવાની વેળાએ તારે ચાલવું નહીં પડે, મન.

૧૧.

નગરના સૂમસામ રસ્તા પર
પગપાળો થાઉ છું પસાર જ્યારે
મોડી રાતે,
ઘસડાતા રસ્તાની એક બાજુ
સવારના પોણાસાત વાગી જાય,
સાવ સામેની જ બાજુ
થાય દસ ને ચાળીસ.
એક બસમાંથી ઊતરતો જોઉં મને,
સિગારેટ લેતો વ્યર્થ
કહેતો લારી કને જઈ
'એક, કડક શક્કર કમ...’
અને બીજી બસે બારી પાસે
બેઠેલો હું જોઉં મને એ જ ક્ષણે.
મોડી રાતે ખોડંગાતા પગ
પથ્થર થઈને પછી
ત્યાં જ રે ખોડાઈ જાય,
ત્યાં જ ખૂંતી જાય,
ત્યાં જ રે ખૂંપાય...
એકેએક બસ હવે ચૂકી રે જવાય.
બસ સુધી કેમે ના પ્હોંચાય,
સ્ટેન્ડ જેવા સ્ટેન્ડ બધાં ચૂકી રે જવાય.
આમ અને આમ હવે
શ્વાસથી ઉચ્છ્વાસના સમયો બધા
લાંબાટૂંકા થાય.

૧૨.

લિસ્સું લિસ્સું ચળકતા સળિયા સાથે
નિરંતર ઘસાઈ ઘસાઈને
ભવિષ્યની બધી જ રેખાઓ
ભલે ઝાંખી ને ઝાંખી થતી જતી હોય.
ભલે 'છૂટા આપો' અને 'છૂટા નથી'માં જ
કચડાયા કરતું
ટકોરીની દોરીએ બાંધેલું
મારું સુકુમાર માન
નિષ્પાપ કંડક્ટરના પંચથી
શત શત ક્ષતે વીંધાતું જતું હોય.
તો ય ક્યારેક તો
બારી પાસેની જગ્યા પણ
મળી જતી હોય છે.
અને ત્યારે
સતત પસાર થતા
આ તરલ પદાર્થો સાથે
કોઈક જન્મે જ શક્ય બની શકે તેવો
પવનવેગીલો
મૌન વાર્તાલાપ પણ કેવો થતો હોય છે!

૧૩.

બસ એક આવે છે
ઊભી રહે છે નહીં જેવું
ને જાય છે...
આ તરફ છે આ,
તે તરફ છે તે.
ચોતરફ ચોતરફ
કૈં નહીં ને બરફ.
કોઈ ચઢતુંયે નથી.
કોઈ ઊતરતુંયે નથી.
આ બીજી આવી બસ,
ઊભી રહી,
ને ગઈ.
આ તરફ આ,
તે તરફ તે.
ચોતરફ ચોતરફ
કૈં નહીં ને બરફ.
કોઈ ચઢ્યું યે નહીં,
કોઈ ઊતર્યુંયે નહીં.
બસ તો આવશે અનેક,
ઊભીયે રહેશે,
ન જાશે.
આ તરફ આ હશે,
તે તરફ તે હશે.
ચોતરફ ચોતરફ
કૈં નહીં ને હશે તો બરફ.
કોઈ ચઢશેય નહીં,
કોઈ ઊતરશેય નહીં.
બસના અવાજો, બસની ગતિ...
આના અવાજો, આની ગતિ, આની સ્થિતિ…
તેના અવાજો, તેની ગતિ, તેની સ્થિતિ...
શાના અવાજો, શાની ગતિ, શાની સ્થિતિ..…
પાથરણું ખંખેરો ઝટ,
ને એમ ને એમ ને એમ જ
ચલાય તેટલું ચાલી નાખો...