ખારાં ઝરણ/કિનારે જઉં કે નદીમાં તરું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 19: Line 19:
૫-૪-૨૦૦૮</poem><br>
૫-૪-૨૦૦૮</poem><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મૃત્યુ
|previous = તું કહે છે કે હવે હું જાઉં છું
|next = કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા
|next = મૃત્યુ
}}
}}

Latest revision as of 00:44, 2 April 2024

કિનારે જઉં કે નદીમાં તરું

કિનારે જઉં કે નદીમાં તરું?
કશો એક નિર્ણય હવે તો કરું.

હવે લહેરખી હચમચાવે મને,
અને ડાળ પરથી હું ખરખર ખરું.

ઘડામાં તસુભાર જગ્યા નથી,
હવે કેમનું દોસ્ત ! પાણી ભરું?

ચડે હાંફ, લોહી અટકતું વહે,
ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું.

થઈ શ્વાસની કેવી લાંબી શરત?
ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું.
૫-૪-૨૦૦૮