જનપદ/કહે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
કહે છે
(+1) |
No edit summary |
||
Line 26: | Line 26: | ||
</poem><br> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ઊફરો | |previous = ઊફરો ખેલ હાથીનો | ||
|next = | |next = શૂળ | ||
}} | }} |
Latest revision as of 10:39, 14 April 2024
કહે છે –
જનક જનનીએ
દેશકાળથી ઊફરાં જઈ
માંડ્યા ઓધાન.
ગુરુએ પાઠશાળામાં પાટડા પર
ને ભીંતે
આળખ્યાં દિશા ને ખૂણા.
જનમથી ઝમ્યા કરે કાળ
દિશા ને ખૂણાથી.
તાણા શેના વળી વાણલા
વણાય કઈ પેર પોત.
જળને રુદિયે ઊઠતી
ઊંડી રટણા ઊંડી.
સૂર આજ થયા ગાભણા
એવાં દેશ અને કાળ.
જળ, અંધાર ને વાયુડા,
ઓ આભ, ધરતી ને તેજ
ઘેરાં ઓરાં થજો એક કે
આવ્યા ગરભજળ ઝમી ફૂટ્યના
સટપટિયા અણસાર.