સિગ્નેચર પોયમ્સ/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
<center>*</center>
<center>*</center>


આ કાવ્યપોથીના સંપાદકો :
૧.  '''મણિલાલ હ. પટેલ''' નિવૃત્ત અધ્યાપક છે અને ગુજરાતીના જાણીતા સર્જક-વિવેચક છે.
૨.  '''ગિરીશ ડી. ચૌધરી''' ગુજરાતીના વ્યાખ્યાતા છે. તેઓએ ગુજરાતી ટૂંકી વાર્તા વિશે સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવેલી છે. એમને આદિવાસી સાહિત્યમાં રસ છે ને એમણે એ દિશામાં સંશોધન-સંપાદન-લેખન કરેલું છે. હાલ તેઓ પેટલાદની શ્રી આર. કે. પરીખ આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવારત છે.
{{Poem2Close}}
{{Poem2Close}}



Latest revision as of 15:37, 17 April 2024


પુસ્તક પરિચય

આ નાનકડી કાવ્યપોથીમાં આપણા ગુજરાતી કવિઓની જાણીતી અને લોકપ્રિય બનેલી તથા જે-તે કવિની ઓળખમુદ્રા બની રહેલી કાવ્યરચનાઓ સમાવી છે. આ રચનાઓ બહુધા જૂની પેઢીના વાચકો-ભાવકોને ભણવામાં કે વાંચવામાં-સાંભળવામાં આવી હોવાથી જરૂર યાદ હશે. એમની આ યાદને તાજી કરવા અને એમના રસિક જીવને રાજી કરવા આ રચનાઓ અહીં રજૂ કરી છે. નવી પેઢીના યુવા વાચકોને તથા રસિક ભાવકોને આ કાવ્યરચનાઓ વાંચવી-ગાવી અને વારેવારે મમળાવવી ગમશે. ખાસ તો આ નવા વાચકો આપણી મહત્ત્વની અને લોકપ્રિય કાવ્યપરંપરાને જાણે એ આશયે અમે આ સાહસ કર્યું છે. નરસિંહ મહેતાથી લઈને આજ સુધીના કેટલાક કવિઓની ખૂબ જાણીતી રચનાઓ અહીં મૂકી છે. ભવિષ્યમાં આ કાવ્યપોથી છપાયેલા પુસ્તક રૂપે સંપડાવવાનો વિચાર છે, પણ એ તો થાય ત્યારે ખરું. હાલ તો આ કાવ્યરચનાઓ આપની રાહ જુએ છે.

*