સિગ્નેચર પોયમ્સ/છપ્પા (ચોપાઈ) – શામળ: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
નવાણ પીતું હોયે નીર, જીવજંતુ ક્યમ ધરે શરીર. {{right|૨}} | નવાણ પીતું હોયે નીર, જીવજંતુ ક્યમ ધરે શરીર. {{right|૨}} | ||
મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ; | મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ; | ||
રાજા થઈને લૂટી લેય, પ્રજા કોણ આગળ જઈ કહેય. {{right|}} | રાજા થઈને લૂટી લેય, પ્રજા કોણ આગળ જઈ કહેય. {{right|૩}} | ||
રામ જપંતા નર્કે જશે, કહો કલ્યાણ જ કોનું થશે; | રામ જપંતા નર્કે જશે, કહો કલ્યાણ જ કોનું થશે; | ||
પિતા પુત્રીશું રમશે જાર, તે વાતનો કો પ્રીછે પાર. {{right|૪}} | પિતા પુત્રીશું રમશે જાર, તે વાતનો કો પ્રીછે પાર. {{right|૪}} |
Revision as of 16:39, 17 April 2024
શામળ
વાડ થઈને ચિભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે?
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જંન. ૧
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર ન પેદા થાય;
નવાણ પીતું હોયે નીર, જીવજંતુ ક્યમ ધરે શરીર. ૨
મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ;
રાજા થઈને લૂટી લેય, પ્રજા કોણ આગળ જઈ કહેય. ૩
રામ જપંતા નર્કે જશે, કહો કલ્યાણ જ કોનું થશે;
પિતા પુત્રીશું રમશે જાર, તે વાતનો કો પ્રીછે પાર. ૪
ગંગા નહાતાં પાપી થશે, વેદવચન કેમ સાચાં હશે;
વાહાર ત્યાંથી આવે ધાડ, તો પછી ક્યાંની કરશું આડ. ૫
મેઘ વરસંતા પથ્થર પડે, તેનો વાંક કોને શિર ચડે;
ધણીને વિખ દે ઘરની નાર, કોણ સાચવે તેણે ઠાર. ૬
પુષ્પહાર થઈ વળગે સાપ, ત્યાં તે કોણ જાળવશે આપ;
અમૃત જાણી આપે પીજીએ, વિખ થાય દોષ કોને દીજીએ.૭
કુંડળ કરડી ખાએ કાન, કોણ આગળ જઈ કરિયે જાણ;
ચંદન જાણી ધરીએ આપ, થાય અગ્નિ તો પુરણ પાપ. ૮
(નંદબત્રીસી)