સિગ્નેચર પોયમ્સ/મંગલ મંદિર – નરસિંહરાવ દિવેટિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
પ્રાર્થના
No edit summary |
(+1) |
||
Line 23: | Line 23: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અમર આશા – મણિલાલ નભુભાઈ દ્વિવેદી | ||
|next = | |next = સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ | ||
}} | }} |
Latest revision as of 17:08, 17 April 2024
નરસિંહરાવ દિવેટિયા
મંગલ મન્દિર ખોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમ બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમે અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા)